એશિયન બજારોમાં ઘટાડા વચ્ચે, ભારતીય શેરબજાર સોમવારે નોંધપાત્ર રીતે નીચા સ્તરે ખુલ્યા. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે આપવામાં આવેલી નવી ધમકી બાદ બજારની ચિંતા ફરી એકવાર તીવ્ર બની છે. આની સીધી અસર બજારના સેન્ટિમેન્ટ અને ગતિવિધિ પર પડી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC અને ICICI બેંક જેવા દિગ્ગજ ઇન્ડેક્સના શેર પર વેચાણ દબાણે બજારને સૌથી વધુ નીચે ખેંચી લીધું છે.
શેરબજાર ઘટાડા સાથે બંધ
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ શુક્રવારે 77550 ના બંધ સ્તરની સરખામણીમાં 75937.16 પોઈન્ટ પર ખુલ્યો. સત્ર શરૂ થયા પછી તરત જ ઇન્ડેક્સમાં વેચાણ પ્રવૃત્તિ વધુ તીવ્ર બની. સવારે 9.24 વાગ્યે, ઇન્ડેક્સ 75951 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 1598 પોઈન્ટ અથવા 2.06 ટકા ઘટીને હતો. જ્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 755 પોઇન્ટના ઘટાડા સાથે 76,794.62 અંકે બંધ થયો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-૫૦ પણ 229.80 પોઇન્ટના ઘટાડા સાથે 23,820.80 અંકે બંધ થયો.


