મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

અમદાવાદ મંડળથી ચાલનારી બે જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-પટના અઠવાડિક ક્લોન સ્પેશિયલ અને અમદાવાદ-દરભંગા અઠવાડિક ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.

અમદાવાદ મંડળથી ચાલનારી બે જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-પટના અઠવાડિક ક્લોન સ્પેશિયલ અને અમદાવાદ-દરભંગા અઠવાડિક ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-

1.   ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 25 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 2 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.

2.   ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 27 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 4 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.

3.   ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 27 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 4 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.

4.   ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 30 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 7 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

fashion

સંબંધિત સમાચાર

travel