ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાને છે. તેણે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈન્ડિયાને ઘણી મેચો પોતાના દમ પર જીતાડવી છે. તેના 871 રેટિંગ પોઈન્ટ છે.
રવિચંદ્રન અશ્વિન ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાને છે. અશ્વિન ભારતની ધરતી પર શાનદાર બોલિંગ કરે છે. તેણે બાંગ્લાદેશ સામે પોતાની વિસ્ફોટક બોલિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તેના 849 રેટિંગ પોઈન્ટ છે.
રવિન્દ્ર જાડેજા ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં સાતમા સ્થાને છે. જાડેજા શાનદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હાલમાં તેના 801 રેટિંગ પોઈન્ટ છે.
ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં કુલદીપ યાદવ 16માં સ્થાને પહોંચી ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. હાલમાં તેના 668 રેટિંગ પોઈન્ટ છે.
મોહમ્મદ સિરાજ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે એક સ્થાન ગુમાવ્યું છે. હાલમાં તેના 571 રેટિંગ પોઈન્ટ છે.