પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર 16 મે 2025 ના રોજ ‘ઓપરેશન સિંદુર’ ની સફળતા અને
તેમાં સામેલ વીર શહીદો ને નમન કરતાં જીતની ખુશી માં ત્રિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન મંડળ કાર્યાલય અમદાવાદ, ડીઝલ શેડ વટવા, ડીઝલ શેડ સાબરમતી અને કોચિંગ ડીપો કાંકરિયા માં ખૂબ ઉત્સાહ ની સાથે સંપન્ન થયું. રેલી માં રેલવે અધિકારીઓ,કર્મચારીઓ, રેલ્વે સુરક્ષા બળ (આરપીએફ) અને ભારત સ્કાઉટ તથા ગાઈડ્સ ના સભ્યો એ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.
મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદ માં ત્રિરંગા રેલી મંડળ રેલ પ્રબંધક કાર્યાલય થી શરૂ થઈ નિર્માણ ભવન થઈ ને સમાપ્ત થઈ. વટવા માં આ રેલી ઇલેક્ટ્રિક લોકો શેડ થી શરૂ થઈ ને વટવા રેલ્વે સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી. આ જ પ્રકારે સાબરમતી માં ડીઝલ શેડ થી શરૂ થઈને ન્યુ કોલોની, રેલ્વે કોલોની, મુખ્ય માર્ગ, અને રેલ્વે હોસ્પિટલ થઈને વિજય ધ્વજ રેલી આયોજિત કરવામાં આવી. સ્કાઉટ ગાઈડ ના બેન્ડ, મહિલા પ્રતિભાગીઓ અને બાળકો એ પણ આ રેલી માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
કોચિંગ ડેપો કાંકરિયા ખાતે આયોજિત તિરંગા યાત્રા માં ડેપો ના એન્જિનિયરો અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ યાત્રા કોચિંગ ડેપો સિક લાઇન થી શરૂ થઈ હતી અને રેલ્વે કોલોની બી સ્કેલ થઈને એઆરટી /લોકો કાંકરિયા સુધી કાઢવામાં હતી.
આ રેલીઓનું નેતૃત્વ અપર મંડળ રેલ પ્રબંધક શ્રી લોકેશ કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રીમતી મંજુ મીણા, વરિષ્ઠ મંડળ કાર્મીક અધિકારી શ્રી સિદ્ધાર્થ, વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર (ડીઝલ શેડ સાબરમતી) શ્રી અશોક કુમાર, વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર (ડીઝલ શેડ વટવા) શ્રી એસ.પી. ગુપ્તા, વરિષ્ઠ કોચિંગ ડેપો અધિકારી (કાંકરિયા) શ્રી માનસિંહ મીણા અને એઆરએમ ગાંધીધામ શ્રી આશિષ ધાનિયાએ કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ, કર્મચારીઓ અને અધિકારીઓમાં દેશભક્તિ અને ઉત્સાહ ફેલાયો હતો. બધાએ "ભારત માતા કી જય", વંદે માતરમ અને જય હિંદના નારા લગાવીને બહાદુર સૈનિકોનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.


