રાજપીપલા : એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં વિદેશ મંત્રીશ્રી અને રાજયસભાના સભ્યશ્રી ડો. એસ. જયશંકરે રૂ. ૬૪.૦૦ લાખના ખર્ચે તેમના અનુંદાનમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) મંજુર થતા નાંદોદ તાલુકાનાં લાછરસ પ્રાથમિક આરોગ્ય અને સાગબારાના કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) ખરીદવામાં આવી હતી.
જેનું આજરોજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવી, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશ્મુખે લીલી ઝંડી આપી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી મેડીકલ ઓફિસરશ્રી, નાંદોદના લાછરસ પ્રા.આ.કેન્દ્ર અને મેડીકલ ઓફિસરશ્રી સાગબારાના કોલવાણ પ્રા.આ.કેન્દ્રને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) થી લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે ઈંચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.કે.જાદવ, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી ડો.
કિશનદાસ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનીલ વસાવા, જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડૉ. મુકેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં અન્ય અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.