મુખ્ય સામગ્રી પર જાઓ

ઉનાળાની ગરમી વચ્ચે રાહતના સમાચાર: રાજ્યમાં ૫૯.૭૫% પાણીના જથ્થા સાથે જળાશયો સજ્જ

ગુજરાતમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદના કારણે ૩ મે ૨૦૨૬ ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ ૫૯.૭૫% એટલે કે ૫.૩૨ લાખ MCFT પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯.૦૪% જેટલો વધારે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૭૨.૩૩% જેટલું પાણી ઉપલબ્ધ છે.

ઉનાળાની ગરમી વચ્ચે રાહતના સમાચાર: રાજ્યમાં ૫૯.૭૫% પાણીના જથ્થા સાથે જળાશયો સજ્જ

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. ૦૩ મે ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૫૯.૭૫ ટકા એટલે કે ૫.૩૨ લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૯.૦૪ ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧૨.૧૮ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.

વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ ૭૨.૩૩ ટકાથી વધુ એટલે કે ૨.૪૧ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં ૫૯.૫૨ ટકા એટલે કે, ૪૯,૩૩૮ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૪.૧૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪૯.૧૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૪૩.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૭.૧૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૫.૩૨ લાખ MCFT એટલે કે ૫૯.૭૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. ૦૩ મે, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૩૨.૩૫ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૯.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૧.૦૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૨.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૩.૬૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૦૨ લાખ MCFT થી વધુ એટલે કે ૬૦.૧૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ ૪.૫૨ લાખ MCFT એટલે કે ૫૦.૭૧ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Tags: Region wise water storage in Gujarat Gujarat dams water level status May 2026 Gujarat water resources department report MCFT water storage Gujarat dams today Gujarat monsoon rainfall data impacts Sardar Sarovar dam water storage capacity Saurashtra and Kutch dam water levels ગુજરાત જળ સંપત્તિ વિભાગ રિપોર્ટ ગુજરાતમાં ડેમોની પાણીની સપાટી મે ૨૦૨૬ સરદાર સરોવર ડેમ પાણી સંગ્રહ ક્ષમતા

સંબંધિત સમાચાર