મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

યુટીઆઈ મીડ કેપ ફંડઃ બજારના સંભવિત મધુર સ્થાનથી લાભ મેળવો

યુટીઆઈ મીડ કેપ ફંડ એ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મુખ્યત્વે મીડ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડની વ્યૂહરચના સ્કેલેબલ બિઝનેસ મોડલ્સ અને લાંબો વિકાસ માર્ગ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા પર કેન્દ્રિત હોય છે. 

યુટીઆઈ મીડ કેપ ફંડઃ બજારના સંભવિત મધુર સ્થાનથી લાભ મેળવો

જૈવિક જીવનચક્રથી વિપરિત કંપનીઓ વિકાસ અને સંતૃપ્તિના ગાળામાંથી પસાર થતી હોય છે. મીડ કેપ કંપનીઓ લાક્ષણિક વ્યવસાય જીવનચક્રનો એક ગાળો ધરાવતી હોય છે જેમાં કંપનીઓએ નાની કંપનીઓમાં રહેલા તબક્કાને સફળતાપૂર્વક પાર કર્યો હોય છે જેમ કે પ્રારંભિક મૂડી ભેગી કરવી, વિકાસના શરૂઆતના પડકારો મેનેજ કરવા. જોકે આ કંપનીઓ નેતૃત્વ ટકાવી રાખે અને નોંધપાત્ર ખાઈ સાથે કામ કરવાની સંભાવના ધરાવે છે અને તે એટલી મોટી નથી હોતી કે તેની ઝડપથી વિકસવાની ક્ષમતા કમજોર હોય. એટલે, મીડ કેપ કંપનીઓ ઝડપથી વિકસતા નાના વ્યવસાયો અને પહેલેથી સ્થાપિત મોટી કંપનીઓ વચ્ચેનું મધુર સ્થાન પૂરું પાડે શકે છે.

મીડ કેપ સ્ટોક્સ લાર્જ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની વચ્ચે આવે છે અને તે કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે નક્કી થતા હોય છે. સેબી દ્વારા નક્કી કરાયા મુજબ ફુલ માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે 101મીથી 250મી કંપની મીડ કેપ સ્ટોક્સ છે. એક મીડ કેપ ફંડ મીડ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ફંડના લઘુતમ 65 ટકા ભંડોળનું રોકાણ કરતું હોય છે.

મીડ કેપ કંપનીઓમાં રોકાણ કરતા ફંડ્સ રોકાણકારોને મધ્યમ કદના વ્યવસાયોની વિકાસ વાર્તાઓથી લાભ મેળવવાની તક આપે છે. જોકે રોકાણકારોએ તેમાં રહેલા જોખમોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે મીડ કેપ ફંડ્સના જોખમ અને વળતરની સંભાવના સારી રીતે ડાયવર્સિફાઇડ ગ્રોથ ફંડ્સની સરખામણીએ સામાન્ય રીતે વધુ હોય છે.

યુટીઆઈ મીડ કેપ ફંડ એ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મુખ્યત્વે મીડ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડની વ્યૂહરચના સ્કેલેબલ બિઝનેસ મોડલ્સ અને લાંબો વિકાસ માર્ગ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા પર કેન્દ્રિત હોય છે. આ ફંડ એવી સારી કંપનીઓમાં રોકાણ માટે ખુલ્લું હોય છે જ્યાં વ્યવસાયો નબળાઇના સંક્રમણકારી તબક્કામાંથી કે પછી પરિવર્તનના ગાળામાંથી પસાર થઈ રહ્યા હોય. આ ફંડ લાંબા ગાળે માર્જિનને ટકાવી રાખવા માટે તંદુરસ્ત ફાઇનાન્શિયલ્સ અને સંભાવનાઓ સાથેના વ્યવસાયો પસંદ કરવા પ્યોર બોટમ-અપ સ્ટોક પસંદકી અભિગમ અપનાવે છે. આ ફંડ વિવિધ સેક્ટર્સ અને ઉદ્યોગોને આવરી લેતા લગભગ 95 સ્ટોક્સનો સારી રીતે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો પણ ધરાવે છે.

આ ફંડ 7 એપ્રિલ, 2004ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું અને 31 ઓગસ્ટ, 2025ના રોજ રૂ. 11,668 કરોડથી વધુની એયુએમ ધરાવે છે. આ ફંડ લેબલ પ્રોડક્ટને વફાદાર છે અને એટલે જ તમામ સમયગાળામાં પોર્ટફોલિયોમાં 85-90 ટકાની રેન્જમાં મીડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓણાં ફાળવણી કરવાનું પસંદ કરે છે. ફંડે 31 ઓગસ્ટ, 2025ના રોજ લગભગ 67 ટકા મીડ કેપ કંપનીઓમાં, 24 ટકા સ્મોલ કેપ કંપનીઓમાં અને બાકીનું લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરેલું છે. સ્કીમના ટોચના હોલ્ડિંગ્સમાં પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ, ફિનિક્સ મિલ્સ લિમિટેડ, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ, ઈન્ડિયન બેંક, જે કે સિમેન્ટ લિમિટેડ, કોફોર્જ લિમિટેડ, આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ, ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને ડિક્સન ટેક્નોલોજીસ (ઈન્ડિયા) લિમિટેડનો સમાવેશ થાય છે જે પોર્ટફોલિયો હોલ્ડિંગનો લગભગ 21 ટકા હિસ્સો ધરાવે છે.

આ ફંડ તેના વૈવિધ્યસભર રોકાણ સાથે પોર્ટફોલિયોમાં કંપનીઓ પ્રત્યે ધીરજભર્યો અભિગમ અપનાવીને અને મજબૂત રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય્ડ (RoCE) અને કેશ ફ્લો પ્રોફાઇલ ધરાવતી કંપનીઓના યોગ્ય મિશ્રણ સાથે જોખમ અને પુરસ્કાર વચ્ચે સંતુલન જાળવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આનાથી પોર્ટફોલિયોમાં તીવ્ર વળતર વિચલન અને અસ્થિરતાને ઘટાડવામાં મદદ મળશે તેવી શક્યતા છે.

રિસર્ચ અને ફંડ મેનેજમેન્ટમાં યુટીઆઈનો સમૃદ્ધ અનુભવ મીડ અને સ્મોલ કેપ વિશ્વની મોટી ક્રોસ સેક્શન કંપનીઓના કવરેજ સાથે, ફંડને ગુણવત્તાયુક્ત શેર પસંદ કરવામાં અને નબળા શેરોને ટાળવામાં મદદ કરશે.

યુટીઆઈ મીડ કેપ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ મુખ્યત્વે મીડ કેપ કંપનીઓમાં રોકાણ કરતા પોર્ટફોલિયોમાં રોકાણ કરવા માંગતા હોય અને તેમના મુખ્ય ઇક્વિટી પોર્ટફોલિયોને તેની અંતર્ગત વૃદ્ધિ સંભાવના સાથે પૂરક બનાવવા માંગતા હોય.
 

fashion

સંબંધિત સમાચાર

travel