પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પોતાના ફ્રન્ટલાઈન કર્મચારીઓના કલ્યાણ અને યાત્રી સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ વડોદરા સ્ટેશન પર કાર્યરત કુલિઓ (સહાયકો) ને નવા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું.
વડોદરા મંડળના સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર શ્રી નરેન્દ્ર કુમારના કુશળ માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી રાજૂ ભડકે દ્વારા સ્ટેશન પર કાર્યરત 70 રેલ સહાયકોને ગણવેશના સેટ વહેંચવામાં આવ્યા. દરેક રેલવે સહાયકને કુલ ચાર શર્ટનો એક સેટ આપવામાં આવ્યો, જેમાં ગરમી માટે ત્રણ લાલ શર્ટ તથા ઠંડી માટે એક શર્ટ સામેલ છે.
સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર શ્રી નરેન્દ્ર કુમાર એ જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ કુલિઓને એક સમાન અને સુવ્યવસ્થિત ઓળખ આપવાનો, તેમના સન્માન અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો તથા યાત્રીઓ માટે તેમને સરળતાથી ઓળખવા યોગ્ય બનાવવાનો છે. આનાથી યાત્રીઓને જરૂરી સહાયતા મેળવવામાં સુવિધા થશે તથા સ્ટેશન પર સેવાની ગુણવત્તામાં પણ સકારાત્મક સુધારો થશે.
વડોદરા મંડળ, પશ્ચિમ રેલવે પોતાના કર્મચારીઓના કલ્યાણ તથા યાત્રીઓને સુરક્ષિત, સુગમ અને ઉત્તમ સેવાઓ ઉપલબ્લધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે તથા ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણકારી અને કર્મચારી હિતૈષી પ્રયાસ કરતું રહેશે.