પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વડોદરા સ્ટેશન પર બ્લોક હેઠળ, વડોદરા સ્ટેશન યાર્ડમાં યાર્ડ રિમોડેલિંગ સાથે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય હેતુ TWO અને નોન ઇન્ટરલોકિંગ (NI) કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. મુસાફરોની સુવિધા અને સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે કેટલીક ટ્રેનોનું ટર્મિનેશન અને ઓરિજિનેશન કામચલાઉ ધોરણે વિશ્વામિત્રી (VS), બાજવા (BJW), છાયાપુરી (CYI), પ્રતાપનગર (PRTN) અને મકરપુરા (MPR) સ્ટેશનો પર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેનાએ જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, આ કામગીરી અંતર્ગત વડોદરા સ્ટેશન પર તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
આ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન/શોર્ટ ઓરિજિનેશન કરવામાં આવશે.
પ્રભાવિત ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
ટ્રેન નં. 19819 વડોદરા–કોટા એક્સપ્રેસ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–છાયાપુરી વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 19820 કોટા–વડોદરા એક્સપ્રેસ તા. 20 જૂન, 2026 થી તા. 07 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 19036 અમદાવાદ–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 19035 વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69233 વડોદરા–દાહોદ મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–છાયાપુરી વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69117 વડોદરા–દાહોદ મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–છાયાપુરી વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69119 વડોદરા–દાહોદ મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–છાયાપુરી વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69121 વડોદરા–ગોધરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–છાયાપુરી વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69101 વડોદરા–વટવા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69115 વડોદરા–વટવા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69113 વડોદરા–વટવા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69107 વડોદરા–વટવા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69109 સુરત–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી વિશ્વામિત્રી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વિશ્વામિત્રી–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69111 સુરત–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી વિશ્વામિત્રી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વિશ્વામિત્રી–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69122 ગોધરા–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69120 દાહોદ–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69118 ગોધરા–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69234 દાહોદ–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69114 વટવા–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69108 વટવા–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 69102 વટવા–વડોદરા મેમુ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 12930 વડોદરા–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પરથી સાંજે 4:45 વાગ્યે શોર્ટ
ઓરિજિનેટ થશે તથા વડોદરા સ્ટેશન પર 17:05 થી 17:10 સુધી 5 મિનિટનો સ્ટોપેજ રહેશે.
ટ્રેન નં. 59049 વલસાડ–વડોદરા પેસેન્જર ટ્રેન તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી મકરપુરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને મકરપુરા–વડોદરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 59050 વડોદરા–વલસાડ પેસેન્જર ટ્રેન તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી મકરપુરા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–મકરપુરા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 59549 વડોદરા–વટવા પેસેન્જર ટ્રેન તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી પ્રતાપનગર સ્ટેશન પરથી સવારે 5:40 વાગ્યે શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા
સ્ટેશન પર 06:25 થી 06:30 સુધી 5 મિનિટનો સ્ટોપેજ રહેશે. વધુમાં, આ ટ્રેન તા. 29, 30 જૂન અને 01 જુલાઈ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
ટ્રેન નં. 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 22960 જામનગર–વડોદરા પેસેન્જર ટ્રેન તા. 21 જૂન, 2026 થી તા. 08 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય અપડેટ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.