રાજપીપલા : સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, રાજપીપળા દ્વારા ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ટુ- વ્હીલર માટે GJ22Q, GJ22R, GJ22S, GJ22AA ફોર-વ્હીલર માટે GJ22H, GJ22P, ટ્રાન્સપોર્ટ માટે GJ22U અને અન્ય વાહનો માટે GJ22X નું રી-ઓકશન તા.૧૩/૦૯/૨૦૨૫થી શરૂ થનાર છે. જેથી ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકોએ તેમના વાહનનું ઈન્સ્પેકશન કરાવીને http://parivahan.gov.in/fancy પોર્ટલ પર online રજીસ્ટ્રેશન કરીને રી-ઓકશનમાં ભાગ લેવાનો રહેશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચનાઓ અનુસરવાની રહેશે.
અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ પ દિવસમાં હરાજીની બાકીની તફાવતની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપૂવલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.
નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૩/૦૯/૨૦૨૫ સાંજન ૪:૦૦ વાગ્યાથી તા.૧૫/૦૯/૨૦૨૫ સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે તેમજ તા.૧૫/૦૯/૨૦૨૫ સાંજના ૪:૦૦ વાગ્યાથી તા.૧૭/૦૯/૨૦૨૫ ના સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇ= ઓકશન થશે તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, રાજપીપળા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.


