રાજપીપળા: વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડા તાલુકાનાં તાબદા અને ઝાંક ગામે આવી પહોચતાં ગ્રામજનોએ કંકુ-તિલક કરી ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર કર્યો હતો. આ વેળાએ ઉપસ્થિત સૌએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.
સાથે સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના
અનુભવો રજૂ કરી સરકારશ્રીની યોજનાનો લાભ લેવા ગ્રામજનોને પણ પ્રોત્સાહિત કર્યા હતાં. ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરીને યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો હતો.
કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો, વિભાગનાં અધિકારી-પ્રતિનિધિશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.


