મુખ્ય સામગ્રી પર જાઓ

વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ અભિયાન

નર્મદા જિલ્લામાં વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય જાગૃતિ અને તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપલા સ્થિત કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી ઓફિસો અને જાહેર સ્થળોએ યોજાયેલા આ કેમ્પમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોના બ્લડ પ્રેશર (BP) તથા બ્લડ શુગરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.

વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ અભિયાન

રાજપીપલા : બીપી અને ડાયાબિટીસ જેવી જીવનશૈલી આધારિત બીમારીઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તથા સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવા વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ બીપી તથા ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજી નાગરિકોને નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાના બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની તપાસ કરાવી આરોગ્ય અંગે જાગૃતતા દર્શાવી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી હતી કે, “બીપી નિયંત્રણ રાખો, જીવન સ્વસ્થ બનાવો”ના સંદેશ સાથે દરેક વ્યક્તિએ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ રહી નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.

Tags: વિશ્વ હાઇપરટેન્શન દિવસ રાજપીપલા આરોગ્ય વિભાગ

સંબંધિત સમાચાર