મુખ્ય સામગ્રી પર જાઓ

Weather Forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં બે દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું , ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

Weather Forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની  આગાહી

સમગ્ર ગુજરાતમાં બે દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ આગાહી ગુજરાતમાં હાલમાં સક્રિય બે સિસ્ટમને કારણે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં સારો વરસાદ થવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર