મુખ્ય સામગ્રી પર જાઓ

8 મહિનાથી મહિલાના અંડરગાર્મેન્ટ્સ ચોરાઈ રહ્યા હતા, ચોરને પકડવા કરવામાં આવ્યું સ્ટિંગ

જ્યારે પણ કોઈ મહિલા તેના કપડા સૂકવવા માટે મૂકતી ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતા. આખરે 8 મહિનાથી અન્ડરગાર્મેન્ટ કોણ ચોરી રહ્યું છે? મહિલાએ જાતે જ આ તપાસ શરૂ કરી અને એક દિવસ ચોરને રંગે હાથે પકડી લીધો.

8 મહિનાથી મહિલાના અંડરગાર્મેન્ટ્સ ચોરાઈ રહ્યા હતા, ચોરને પકડવા કરવામાં આવ્યું સ્ટિંગ

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ધંધુકા તાલુકાના પછમ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી એક 30 વર્ષની મહિલા સાથે એક વિચિત્ર ઘટના બની રહી હતી. જ્યારે પણ કોઈ મહિલા તેના કપડા સૂકવવા માટે બહાર મૂકતી ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતા. 31 વર્ષીય પાડોશી પર ચોરીની શંકા હતી. આખરે 8 મહિનાથી અન્ડરગાર્મેન્ટ કોણ ચોરી રહ્યું છે? મહિલાએ જાતે જ આ તપાસ શરૂ કરી અને ફરીથી તેના અંડરગારમેન્ટ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું.

પોલીસનું કહેવું છે કે મહિલાએ ક્લોથ ડ્રાયર પર એક અન્ડરકવર સીસીટીવી કેમેરા લગાવ્યો હતો, જેથી તે ચોરને રંગે હાથે પકડી શકે. આ પછી મહિલાએ નજર રાખવાનું શરૂ કર્યું. જે ફૂટેજ સામે આવ્યા બાદ તેની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી. તેને ખબર પડી કે અન્ડરગાર્મેન્ટ ચોર બીજું કોઈ નહીં પણ તેનો પડોશી છે.

ચોરે મહિલાને જ માર માર્યો 

મહિલાએ નક્કી કર્યું કે હવે તે અન્ડરગાર્મેન્ટ ચોરને રંગે હાથે પકડશે. પછી એ ચોર રાબેતા મુજબ ચોરી કરવા આવ્યો ત્યારે પકડાઈ ગયો. પરંતુ ઉલટું ચોરે મહિલાની છેડતી અને મારપીટ શરૂ કરી દીધી હતી.

લાકડીઓ અને લોખંડના પાઈપ વડે લડાઈ

માર મારવાને કારણે જ્યારે મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું ત્યારે તેના પરિવારના સભ્યો મદદ માટે લાકડીઓ અને લોખંડના પાઈપ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. મહિલાના સંબંધીઓએ આરોપી અને તેના સંબંધીઓ પર હુમલો કર્યો હતો અને બંને જૂથો એકબીજા સાથે અથડામણ કરી હતી.

10 ઘાયલ અને 20ની ધરપકડ

સમગ્ર મામલાની તપાસ કરનાર ઈન્સ્પેક્ટર પીએન જિંજુડિયાનું કહેવું છે કે આ લડાઈમાં 8 થી 10 લોકો ઘાયલ થયા છે. બંને પક્ષના 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ચોર સામે ગુનો નોંધ્યો હતો

પોલીસે મહિલાના સંબંધીઓ સામે હંગામો મચાવવા અને નુકસાન પહોંચાડવાનો કેસ નોંધ્યો છે. જ્યારે બીજી એફઆઈઆર આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે. જેમાં છેડતી, નુકસાન અને ઝઘડાની કલમો સામેલ છે.
 

સંબંધિત સમાચાર