મુખ્ય સામગ્રી પર જાઓ

૧૪૦ વર્ષ જૂનો અંગ્રેજોનો કાયદો કેમ? ખેડૂતોના ખેતરમાં બળજબરી ટાવર સામે ગોપાલ ઈટાલિયાનો આક્રોશ

ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક ટાવર નાખવાની સમસ્યા પર ગોપાલ ઈટાલિયાનો મોટો ખુલાસો. ૧૮૮૫ના અંગ્રેજોના કાયદાનો ઉપયોગ કરી ખેડૂતોના શોષણ સામે નવી કાયદાકીય માગ. વધુ વિગતો માટે આ લેખ વાંચો.

૧૪૦ વર્ષ જૂનો અંગ્રેજોનો કાયદો કેમ? ખેડૂતોના ખેતરમાં બળજબરી ટાવર સામે ગોપાલ ઈટાલિયાનો આક્રોશ

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ફેસબૂક લાઈવના માધ્યમથી એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી, ગુંડાગર્દી કરીને, પોલીસ ભાડે લાવીને થાંભલા નાખવાનો જે મુદ્દો છે એને અલગ અલગ ત્રણ રીતે મેં વિધાનસભામાં રજૂ કર્યો હતો. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે આ કંપનીઓ જે પોલીસ લઈને આવે છે તો તેના માટે કંપની કેટલું ભાડું ચૂકવે છે, તો લેખિતમાં મને જવાબ આપવામાં આવ્યો કે બે જિલ્લામાં બે વર્ષમાં કંપનીઓએ 18 કરોડ ભાડું ચૂક્યું છે. એનો મતલબ કે પોલીસ ભાડે આવે છે પરંતુ સરકારી કામ માટે નથી આવતી. તો ગુજરાતના તમામ ખેડૂતો અને પોલીસના મિત્રો એ વાત જાણી લે કે થાંભલા નાખવાનું કામ જે ચાલી રહ્યું છે એ કોઈ સરકારી કામ નથી, પ્રાઇવેટ કામ છે, આ કામ પૂરું કરવા માટે કંપનીઓ પોલીસ ભાડે લઈ જાય છે, અને સરકાર પોલીસ ભાડે આપે છે જેને ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવામાં આવે છે. તો ખેડૂતોને એટલું જ કહેવા માંગીશ કે કંપનીઓ જે પોલીસ લઈને આવે છે એનાથી આપણને ડરવું ન જોઈએ.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, અંગ્રેજોએ ટેલિગ્રાફ માટે 1885માં જે કાયદો બનાવ્યો હતો એવોને એવો જ કાયદાનો ઉપયોગ ભાજપ સરકાર 2026માં કરી રહી છે. અંગ્રેજોએ તો ખેડૂતોની જમીનો પચાવી પાડવા માટે આ કાયદો બનાવ્યો હતો. તો હવે ભાજપના નેતા ઈચ્છે તો સારો કાયદો બનાવવો જોઈએ ને. તો હવે આ ખેડૂતો માટે મેં એક બિલ તૈયાર કર્યું છે અને જો બધા ધારાસભ્ય આ બિલના સમર્થનમાં વોટ આપશે અને સાઇન કરશે તો આ બિલ કાયદો બનશે. તો જ્યાંથી વીજ લાઈન નીકળવાની હોય ત્યાં ઝાડ, તાર જેવી જગ્યાનું વળતર હોય નહીં, પરંતુ થાંભલું નાખવાના કારણે જે જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે, તે મૂળ માર્કેટ વેલ્યુનું વળતર આપવાનું હોય છે, પરંતુ એની કોઈ ચર્ચા પણ કરતા નથી. આવું વળતર ન ચૂકવવું પડે એટલા માટે ભાડે પોલીસ લઈને આવીને બળજબરીપૂર્વક પ્રાઇવેટ કંપનીના થાંભલા ખેડૂતના ખેતરમાં નાખી દેવામાં આવે છે.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બીજો મુદ્દો એ કે હાલ એક ખેડૂત દાખલા તરીકે પાંચ લાખના વળતરમાં રાજી થઈ જાય છે અને ભવિષ્યમાં એમના બે દીકરા માટે જમીનના બે ભાગ પડે છે અને એક દીકરાના ભાગમાં થાંભલા વાળી જમીન આવે છે તો એનું શું? કારણ કે કંપની કે સરકાર આ વિષય નથી વિચારતી. બીજી બાબત એ કે ઘણા ખેડૂતોની જમીન એવી જગ્યાએ હશે કે જેની નજીકમાં જ મોટું શહેર હશે અને ચાર પાંચ વર્ષ બાદ એક ખેતર સુધી શહેર આવી જશે અને એ ખેતરને NA કરીને તેના પર બિલ્ડીંગ બનવાના ચાન્સ વધી જશે. પરંતુ જો જમીનમાં થાંભલા હશે તો ત્યાં કોઈપણ પ્રકારની બિલ્ડીંગ ઊભી થઈ શકશે નહીં કે કોઈ પણ પ્રકારનો બાંધકામ થશે નહીં, તું મારો તો એવું કહે છે કે જેટલી જમીનમાં થાંભલો નાખે છે એટલી જમીનનું સંપાદન કરીને માર્કેટ વેલ્યુ પ્રમાણે જ ખરીદી જ લેવી જોઈએ. હાલમાં કલેકટરને અંગ્રેજોના કાયદા પ્રમાણે બધી સત્તા આપી દેવામાં આવી છે. જમીનની સ્થિતિ બદલાઈ, નવી પેઢી આવી, નવી ટેકનોલોજી આવી, નવા સાધનો આવ્યા, તો કાયદો પણ એ પ્રમાણે સમય સાથે બદલાવવું જોઈએ. કાયદો 1885નો અને વીજળીના તાર નાખવામાં આવે છે 2026માં, તો આ કેવી રીતે ચાલશે?

Tags: આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટી (AAP) આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત સમાચાર