અમદાવાદ / જુનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, 5 જૂન 2026ના વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે તમારા ગામમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ આવશે, ગામના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો બાબતે ચર્ચા કરશે અને એ ચર્ચાના અંતે જે કંઈ પણ કરવા જેવી કામગીરી હશે, તેને લઈને નિર્ણય કરવામાં આવશે. એટલે કે આખા ગુજરાતના તમામ ગામડાઓમાં પાંચમી જૂન 2026ના રોજ, કોઈ ગામમાં 10:00 વાગે, કોઈ ગામમાં 5 વાગે એમ અલગ અલગ સમયે ગ્રામસભા કરવી ફરજિયાત છે. માટે જે પણ જાગૃત નાગરિકો પોતાના ગામનું કંઈ સારું કરવા માટે ઉત્સુક હોય, વિકાસના કામોમાં જોડાવા માટે ઉત્સુક હોય અને નાની મોટી સરકારી જાણકારીઓ જાણવામાં જેને ધગશ હોય એવા બધા જ વ્યક્તિઓ 5 જૂનના રોજ પોતાના ગામમાં આયોજિત ગ્રામસભામાં ફરજિયાતપણે હાજરી આપે એવી મારી અપીલ છે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, તમારા ગામમાં ગ્રામસભા ક્યારે છે, એ જાણવા માટે તમે તમારી ગ્રામ પંચાયતમાં અથવા સરપંચનો સંપર્ક કરો, સરપંચ સિવાય તલાટી મંત્રી અથવા ટીડીઓ કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી અને સાથે સાથે ચૂંટાયેલા સભ્યોનો પણ સંપર્ક કરી શકાય છે. આ વીડિયોને શેર કરીને ગુજરાતના કરોડો યુવાનો સુધી આ માહિતી પહોંચાડવા મારી ખાસ વિનંતી છે અને તમારા ગામમાં આયોજિત ગ્રામસભામાં ખાસ હાજરી આપજો, કારણ કે કારણ કે બીજા ગામના સરકારી માણસોના આધારે ગામમાં વિકાસ થઈ જશે એવું જરૂરી નથી. તો જે કોઈ પણ લોકો પોતાના ગામને સારી રીતે આગળ વધારવા માગતા હોય એ લોકો ગ્રામસભા માટે અત્યારથી જ તૈયાર થઈ જાય. જો આ ગ્રામસભામાં કોઈ અધિકારી હાજર ન રહે તો ગામનો કોઈપણ વ્યક્તિ અધિકારીને ફોન કરીને હાજર થવા માટે કહી શકે છે. આ ગ્રામ સભામાં કોઈપણ જ્ઞાતિના કોઈપણ વ્યક્તિ હાજર રહી શકે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત