મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર

નોકરીમાંથી કાઢી નાખવાની અને ધરપકડ કરવાની ભાજપે જે ચાલ રચી, એના કારણે આજે BLO તરીકે કામ કરતા શિક્ષકોના જીવ જઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર

ગુજરાતમાં સતત બીએલઓની પ્રક્રિયાના દબાણના કારણે અનેક કર્મચારી અને શિક્ષકોના મૃત્યુ થયા છે. આમ આદમી પાર્ટીએ કામનું પ્રેશર અનુભવના બીએલઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાવ સામાન્ય પાર્ટી છે. અમે બધા જ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે તમારા માટે બીજું કશું નથી કરી શકતા પરંતુ અમે તમારા દુઃખમાં સહભાગી બની શકીએ છીએ તમે જે લડત ચલાવો છો એમાં સહભાગી બની શકીએ છીએ. આ કેન્દ્ર સરકારે અને નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે અમારી પાસે કોઈ સત્તા નથી કે અમે આને અટકાવી શકીએ. જો રાજ્યમાં અમારી સરકાર હોત તો આ કામગીરીની સમય મર્યાદા પણ વધારી દીધી હોત પરંતુ અમારી પાસે એ પણ નથી.

માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારા પ્રદેશ નેતૃત્વએ ઓનલાઈન મીટીંગ કરીને નક્કી કર્યું છે કે જે બીએલઓ પ્રેશરમાં કામ કરી રહ્યા છે તેમને આમ આદમી પાર્ટી મદદરૂપ થશે. હું તમામ બીએલઓને કહેવા માગું છું કે તમે કોઈ જ ખોટું પગલું ભરશો નહીં. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે. અમે બીએલઓ હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ. તમારા ઉપર ગમે તેટલું કામનું પ્રેશર હોય તમે 9104918196 નંબર ડાયલ કરજો અમે અમારા કાર્યકરો તમને અલોટ કરી દઈશું જે તમને કામગીરીમાં મદદરૂપ થશે. અમે 20000 કાર્યકર્તાઓને ટીમ બનાવી છે. તમે જે પણ જિલ્લા, તાલુકાના બૂથ પર કહેશો ત્યાં અમારા કાર્યકર્તાઓ આવીને તમને મદદ કરશે.પરંતુ તમે કોઈ જ ખોટું પગલું ભરોસો નહીં કારણકે તમારા ઉપર તમારો પરિવાર નથી રહ્યો છે. રાવણ જેવી ભાજપ સરકાર ચૂંટણી લડી અને ઉદ્યોગપતિઓના પૈસાથી ચૂંટણી જીતી આખું ગુજરાત વેચી નાખવા બેઠી છે. દરેક બીએલઓ, સરકારી કર્મચારી, વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકો, ખેડૂતો, યુવાનો સહિત તમામને હું વિનંતી કરુ છું કે હવે  ભાજપને વોટ ન આપતા કારણકે ભાજપ તમારા પરિવારના સભ્યનો જીવ લઈ લેશે. જો અત્યારે અમારી સરકાર હોત તો એક પણ બીઓલઓનો જીવ ગયો હોત નહીં. પરંતુ તમે નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપ્યો પણ એ નરેન્દ્ર મોદી પણ આજે તમારી સામે જોતા નથી એનું આ પરિણામ છે. 

બીએલઓની મનોસ્થિતિ વર્ણવતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ઘણા સમયથી બીએલઓ ખૂબ પ્રેશર હેઠળ કામ કરી રહ્યા છે. એક જ મહિનામાં કામગીરી કરવાની અને કામગીરી ન થાય તો ધરપકડ અને વોરંટ કાઢવાની ચાલ ભાજપે રમી એના લીધે તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અને શિક્ષકો જેમના પરિવારના મતથી નરેન્દ્ર મોદી ચૂંટાયા આજે એ જ નરેન્દ્ર મોદીના એસઆઈઆરના કેમ્પઈનના કારણે તેમનો જીવ જઈ રહ્યો છે. જે પણ બીએલઓએ એસઆઈઆરની કામગીરી દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે તે તમામને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું.

ખેડાના કપડવંજના પ્રિન્સિપલ રમેશભાઈ પરમારનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું, ગીર સોમનાથના કોડીનારના ટીચર અરવિંદભાઈ વાઢેરે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો. તમે વિચારી શકો છો કે એ શિક્ષક ઉપર કામગીરી કરવાનું કેટલું દબાણ હશે કે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો. તેમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે અને પગભર બનાવ્યા હશે હજુ કેટલાય બાળકોને પગ પર બનાવવાના સપના તેમણે જોયા હશે પરંતુ નરેન્દ્ર મોદીએ આ એસઆઈઆરની પ્રક્રિયા કરવાની જીદ કરી તેથી એ જ પરિવારના મતથી ચૂંટાયેલ ભાજપ અને નરેન્દ્ર મોદીએ આ શિક્ષકો ઉપર એટલું બધું દબાણ નાખ્યું કે આજે આ શિક્ષકે આપઘાત કરી લીધો. તાપી જિલ્લાના પ્રિન્સિપાલ કલ્પનાબેન પટેલેને પણ એસઆઈઆરની કામગીરીના કારણે એટેક આવી ગયો તેવું તેમના પરિવારજનોનું માનવું છે. વડોદરાના ક્લાર્ક આસિસ્ટન્ટ બીએલઓ ઉષાબેન સોલંકીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું, સુરતના આસિસ્ટન્ટ ટીચર દિનકર શિંગોડાવાલાનું પણ એસઆઈઆરની કામગીરીના પ્રેશરથી મૃત્યુ થયું છે. મહેસાણાના શિક્ષક દિનેશ રાવળનું પણ એસઆઈઆરની કામગીરીને કારણે મૃત્યુ થયું છે. ભાજપે એક મહિનામાં કામગીરી કરવા માટે બી.એલ.ઓ ઉપર ખૂબ જ પ્રેશર કર્યું છે. કેટલાક બીએલઓ લોકોને ફોર્મ ભરીને આપવા માટે વિનંતી કરતા હોય તેવા ઓડિયો પણ વાયરલ થયા છે.
 

fashion

સંબંધિત સમાચાર

travel