મુખ્ય સામગ્રી પર જાઓ

AAP નો વિજય ઉત્સવ: ૫ જૂને અમદાવાદમાં યોજાશે જીતેલા ઉમેદવારો માટે ખાસ સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૦૦થી વધુ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સન્માન માટે અમદાવાદમાં ૫ જૂને વિશેષ કાર્યક્રમ. નેતૃત્વ દ્વારા મળશે જનસેવા અને વહીવટી કામગીરી માટે પ્રશિક્ષણ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

AAP નો વિજય ઉત્સવ: ૫ જૂને અમદાવાદમાં યોજાશે જીતેલા ઉમેદવારો માટે ખાસ સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6,000થી વધારે ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા, જેમાંથી 500થી પણ વધારે ઉમેદવારોએ જીત મેળવી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 12 તાલુકા પંચાયતો જીતી, 1 જિલ્લા પંચાયત પણ બનાવી અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેઠી છે. 

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે અથાગ મહેનત કરી તેના કારણે અને સમગ્ર ગુજરાતની જનતાના પ્રેમ અને સહકારના કારણે આમ આદમી પાર્ટીને આ જબરદસ્ત પરિણામ મળ્યું હતું. તો તારીખ 5  જૂનના રોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના આ જેટલા પણ ઉમેદવારો જીત્યા છે એ તમામ ઉમેદવારોનું AAPના શીર્ષ નેતૃત્વ દ્વારા સન્માન કરવામાં આવશે. ગુજરાતના પ્રદેશ નેતાઓની હાજરીમાં ઉમેદવારોને સન્માન પત્રની સાથે સાથે પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.

આ ‘સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ’માં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ જીતેલા ઉમેદવારોને સન્માન કરશે અને સાથે સાથે માર્ગદર્શન પણ આપશે. ઉમેદવારોને મળેલી સફળતાને સન્માનિત કરવા, જન પ્રતિનિધિ તરીકે તેમના દાયિત્વ અને કામગીરી અંગે પ્રશિક્ષણ આપવા, તેમજ  આગામી યોજનાઓ માટે પણ માર્ગદર્શન પૂરું પાડવાના હેતુસર ‘સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટીના  જીતેલા ઉમેદવારો વધારે મજબૂતી પોતાના વિસ્તારોમાં પ્રજાના કલ્યાણના કામોમાં મેદાને ઉતરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી (AAP) આમ આદમી પાર્ટી ગુજરાત તાલુકા પંચાયત

સંબંધિત સમાચાર