આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વલગોટા ગામે, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડપા ગામે અને દાહોદના વોર્ડ નંબર 4 ખાતે વિજય વિશ્વાસ સભામાં હાજરી આપી હતી. આ તમામ સભાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ વિજય વિશ્વાસ સભામાં સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, 30 વર્ષની ભાજપ સરકારે જે કામ કરવાના હતા એની જગ્યાએ ફક્ત એ લોકોએ હિન્દુ મુસ્લિમ અને જાતિ ધર્મની રાજનીતિ કરી. આવી હિન્દુ મુસ્લિમ અને ક્યાંથી ધર્મની રાજનીતિથી ના ગુજરાતનો ભલું થશે ના ભારત દેશનું ભલું થશે ના કોઈ પણ ગામડાનું ભલું થશે. જો આપણે આપણા ગામોનું ભલું કરવું હોય તો સ્કૂલ અને હોસ્પિટલની રાજનીતિ કરવી પડશે અને આ મુદ્દા પર જો કોઈ પાર્ટી રાજનીતિ કરી શકે છે તો એ ફક્ત આમ આદમી પાર્ટી છે. અરવિંદ કેજરીવાલજીએ મુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીમાં શાળાઓની કાયાપલટ કરી, સ્કૂલોમાં એસીવાળા રૂમ બનાવ્યા, સ્વિમિંગ પૂલ બનાવ્યા, ટીચરોને ટ્રેનિંગ માટે વિદેશ મોકલ્યા. એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીએ પણ દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાત લીધી હતી. અમે દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી આપવાનું કામ કર્યું અને 400 યુનિટ વીજળી અડધી કિંમતે આપવાનું શરૂ કર્યું. દિલ્હીમાં 24 કલાક પીવાનું પાણી પહોંચાડ્યું. દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બનાવ્યા અને માતા બહેનો માટે બસની યાત્રા મફત કરી દીધી. આટલું કર્યા છતાં પણ અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં દિલ્હીનું બજેટ હંમેશા નફામાં રહ્યું. કારણ કે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપ્યું અને ઈમાનદારીથી સરકાર ચલાવી.
વધુમાં સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, આ લોકોએ ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, ચૈતર વસાવાની સાથે સાથે ચૈતર વસાવાના પત્નીને પણ જેલમાં નાખ્યા. અમને જેટલી વાર જેલમાં નાખવા હોય નાખી દો પણ અમે અમારી લડત ચાલુ રાખીશું. ભાજપના નેતાઓ પશ્ચિમ બંગાળમાં તિલક કરીને મંગળવારના દિવસે માછલી ખાઈ રહ્યા છે અને વોટ માંગી રહ્યા છે. કોઈના ઘરમાં કે ગામડામાં જો લોકો એકબીજાને નફરત કરશે તો તેઓ આગળ નહીં વધી શકે, તરક્કી નહીં કરી શકે. એ જ રીતે જો ગુજરાતમાં લોકો જાતિ ધર્મના નામે ઝઘડા કરશે તો ગુજરાતમાં ખુશહાલ નહીં રહે. હવે આપણે તમામ લોકોએ ગાંધીના માર્ગ પર ચાલવું પડશે, ગોડસેના માર્ગ પર નહીં. જો આપણે તમામ લોકોએ ખુશાલ રહેવું હશે તો એકજૂટ રહેવું પડશે. જ્યારે તમે વોટ આપવા જાઓ તો આમ આદમી પાર્ટીને સ્કૂલ, હોસ્પિટલ, વીજળી અને પાણીના નામે વોટ આપો, રોડ રસ્તાના નામે વોટ આપો. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી જે વાયદો કરે છે એના કરતાં વધારે જનતા માટે કામ કરે છે. અને આ વાત પર વિશ્વાસ કરીને તમે સાવરણા પર બટન દબાવીને વોટ આપજો. ઘરની સફાઈ કરવી હોય કે દેશમાંથી ગંદી રાજનીતિની સફાઈ કરવી હોય તો દરેક જગ્યાએ ઝાડું (સાવરણો) જ કામ આવે છે. તો ભાજપના દિમાગમાં જે સત્તાનું ભૂત સવાર છે એને ઝાડું (સાવરણો) મારી મારીને 26 તારીખે એ ભૂત ઉતારવાનું છે. 26 તારીખે સવારે વહેલા ઊઠીને મતદાન કરજો, “પહેલે મતદાન, ફિર જલપાન”
આમ આદમી પાર્ટી ગુજરાત


