અમદાવાદ / નર્મદા / ભરૂચ / ગુજરાત : આમ આદમી પાર્ટી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. આજરોજ ડેડીયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પ્રેમિલાબેન કનુભાઈ વસાવાને દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને અમરસીંગભાઇ પારસીંગભાઈને દેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ચીકદા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશભાઇ મનજીભાઈ વસાવા અને વિદ્યાબેન પ્રતાપભાઈ વસાવાની ચિકદા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે. ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં અનિતાબેન તડવીની પ્રમુખ પદે અને નિલેશભાઈ તડવીનીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ પદે જગદીશભાઈ વાહરીયાભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે ગોસાઈ પૂજાબેન ગોવિંદભાઈની નિયુક્તિ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ચૂંટાયેલા નવનિયુક્ત પ્રમુખો અને ઉપપ્રમુખોને ફુલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, અનિતાબેન તડવીની પ્રમુખ પદે અને નિલેશભાઈ તડવીનીની ઉપપ્રમુખ પદે વરણી કરી છે. અમે ગરૂડેશ્વર તાલુકાની જનતાનો આભાર માનીએ છીએ જેમણે અમને જંગી બહુમતીથી જીતાડીને ગરુડેશ્વર તાલુકાની કમાન અમને સોંપી. આવનારા સમયમાં તાલુકામાં વિકાસના કામો કરવામાં આવશે અને પ્રજાની નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરીશું. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ 13 સભ્યો અને પ્રમુખ અને ઉપપ્રમુખની ટીમ ઈમાનદારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવશે. તમે આ અવસર પર સમગ્ર ગામ આદમી પાર્ટીની ટીમ તરફથી આ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને જનતાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, ગરુડેશ્વર તાલુકાની સાથે સાથે આ જીત આખા નર્મદા જિલ્લાની જીત છે. બે દિવસ બાદ નર્મદા જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયત બનવા જઈ રહી છે. સાથે સાથે ડેડીયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વરના પ્રમુખ ઉપપ્રમુખોની નિમણૂક થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અમારા ઘણા પ્રશ્નો છે અને ઘણા લોકો ત્યાં વિસ્થાપિત થયા છે તો આવનારા દિવસોમાં એ તમામ લોકોને સાથે રાખીને એમના જે પણ પ્રશ્નો હશે એમના પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવશે. જે રીતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા અનેક વર્ષોથી ખુબ જ સારા કામ કરી રહ્યા છે એવી જ કામગીરી ચૂંટાયેલા તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો કરશે એવી આશા રાખીએ છે.