મુખ્ય સામગ્રી પર જાઓ

બાળકની લાશના નિકાલ માટે વન વિભાગની દાદાગીરી? ગોપાલ ઇટાલીયાએ આપી ચેતવણી

બગસરાના ઘંટિયાણ ગામે સિંહણના હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વન વિભાગ પર લાશને બિનવારસી ગણાવીને દાદાગીરી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ખેડૂતોની સમસ્યાઓ અને જંગલી જાનવરોના વધતા ત્રાસ અંગે AAP નો વિરોધ અહીં વાંચો.

બાળકની લાશના નિકાલ માટે વન વિભાગની દાદાગીરી? ગોપાલ ઇટાલીયાએ આપી ચેતવણી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે ખેતરે મજૂરી કરનારા માણસો રાત્રે સુતા હતા ત્યારે સિંહણ અને તેના બચ્ચાઓએ 10–12 વર્ષના બાળકનો શિકાર કર્યો. નજરે જોનારા લોકોએ કહ્યું કે સિંહણે પોતાના બચ્ચાઓને શિકાર કરતા શીખવતા હોય એ રીતે પંજાબ માર્યા હતા. એટલે કે ખાઈ જવાની નિયતથી નહિ પરંતુ શિકાર કઈ રીતે કરવો એની ટ્રેનિંગના ભાગરૂપે પંજા માર્યા છે. ગામના સરપંચના ખેતરે આ બનાવ બન્યો હતો. બગસરા પંથકમાં દીપડા અને સિંહનો ખૂબ જ ત્રાસ છે. તો સરપંચ અને ગામના આગેવાનોએ ભેગા મળીને વન વિભાગ સમક્ષ એવી માંગણી તરીકે દિપડા અને સિંહના ત્રાસથી ખેડૂતોને  છુટકારો મળે એ માટે નક્કર આશ્વાસન આપો અને મજબૂત બાહેંધરી આપો, શું પગલાં લેવાના છો એની ખાતરી આપો. પરંતુ વન વિભાગે ખેડૂતોને ખાતરી આપવાની જગ્યાએ જે દીકરાને સિંહણે મારી નાખ્યો છે એ છોકરાને બિનવારસી બતાવી દીધો.આખા બગસરાને ખબર છે કે આ છોકરો ઘંટીયાણ ગામે સરપંચના ખેતરે કામ કરે છે અને એના માતા પિતા પણ ત્યાં જ કામ કરે છે, એ બધા ત્યાં હાજર છે અને પરિવારજનો પણ ત્યાં હાજર છે, ખેતરના માલિક તરીકે સરપંચ પોતે હાજર છે એ છતાં પણ વન વિભાગ એ દીકરાની લાશને બિનવારસી બતાવીને જબરદસ્તીથી દાદાગીરીથી નિકાલ કરવાનો કોશિશ કરે છે.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, સવાલ એ પેદા થાય છે કે ગુજરાતના ખેડૂતો ક્યાં ક્યાં લડશે? એક બાજુ  ખાતરની લાઈન માટે ખેડૂતો લડવું પડે છે, એક બાજુ ટેકાના ભાવ મળે એ માટે ખેડૂતોએ લડવું પડે છે, એક બાજુ વીજળી કંપની ખેતરોમાં થાંભલા નાખે છે એની સામે ખેડૂતોએ લડવું પડે છે, એક બાજુ દીપડા સામે લડવું પડે છે અને બીજી બાજુ હવે વન વિભાગની દાદાગીરી સામે પણ ખેડૂતોએ લડવું પડે છે. ખેડૂતો શું કરશે અને ખેડૂતો પર આટલો બધો જુલમ કેમ કરવામાં આવે છે? અમરેલી વન વિભાગના અધિકારીઓને વિનંતી છે કે દાદાગીરી ન કરવી અને બાળકની ઓળખ છતી થયેલી છે, તો વન વિભાગને વિનંતી છે કે યોગ્ય કાર્યવાહી કરે. આજુબાજુના ગ્રામજનોને પણ વિનંતી છે કે બધાએ સાથ આપવો જોઈએ, એકજૂટ થવું જોઈએ અને જાગૃત બનવું જોઈએ. ક્યાં સુધી અન્યાય અને દાદાગીરી સહન કરીશું? વન વિભાગની માથાકૂટ, ટેકાના ભાવની માથાકૂટ, સિંચાઈના પાણીની માથાકૂટ છે, તો લોકોને અપીલ છે કે હવે લોકો જાગૃત બને. ઘંટીયાણ ગામની ઘટના મુદ્દે એટલું કહીશ કે ગામના સરપંચ અને પીડિત પરિવારને લોકો સપોર્ટ કરે એવી મારી લાગણી છે.

Tags: આમ આદમી પાર્ટી aam aadmi party AAP Punjab AAP AAP GUJARAT aap news આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત સમાચાર