મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવા સમર્થન અભિયાન: રાજપીપળા કાર્યક્રમની તારીખ બદલાઈ, હવે 24 જુલાઈએ યોજાશે મહાસભા

નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે તમામ સમાજના લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું છે. કાર્યક્રમની સફળતા માટે તમામ આગેવાનો અને નર્મદા જિલ્લાની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ચૈતર વસાવા સમર્થન અભિયાન: રાજપીપળા કાર્યક્રમની તારીખ બદલાઈ, હવે 24 જુલાઈએ યોજાશે મહાસભા

અમદાવાદ / નર્મદા / ભરૂચ / વડોદરા / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં 20 જુલાઈના રોજ એક લાખથી વધારે લોકો સહી કરીને પોતાનો સમર્થન બતાવવાના હતા. કાર્યક્રમ માટે તમામ સમાજના લોકોનું ખૂબ જ સારું સમર્થન મળી રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર કરી રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમમાં થોડો ફેરફાર છે કે 20 તારીખનો કાર્યક્રમ આપણે હવે 24 તારીખે કરવા જઈ રહ્યા છીએ. તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને આ વિસ્તારના લોકોને અમારો સંદેશો છે કે આ કાર્યક્રમનો રૂટ જે છે તે જ રહેશે. ફક્ત તારીખ બદલીને શુક્રવાર, 24 જુલાઈ કરવામાં આવી છે. આપ સૌ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પધારો એ માટે તમામ આગેવાનોને અને લોકોને અમારું ભાવભર્યુ આમંત્રણ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ચૈતર વસાવા આમ આદમી પાર્ટી (AAP) નિરંજન વસાવા ડેડિયાપાડા ધારાસભ્ય રાજપીપળા નર્મદા જિલ્લો હસ્તાક્ષર અભિયાન Rajpipla signing campaign AAP Gujarat updates Niranjan Vasava statement Chaitar Vasava support program AAP Narmada District protest સમર્થન કાર્યક્રમ તારીખમાં ફેરફાર

સંબંધિત સમાચાર