મુખ્ય સામગ્રી પર જાઓ

ગોવાની જનતા ઈ-20થી સૌથી વધુ પ્રભાવિત, આપ સરકાર બનાવીને મોદી સરકારને ઈ-20 પાછું ખેંચવા મજબૂર કરો: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ગોવામાં ઈ-20 પેટ્રોલના વિરોધમાં નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ હારશે તો ૫ દિવસમાં ઈ-20 પાછું ખેંચાઈ જશે.

ગોવાની જનતા ઈ-20થી સૌથી વધુ પ્રભાવિત, આપ સરકાર બનાવીને મોદી સરકારને ઈ-20 પાછું ખેંચવા મજબૂર કરો: કેજરીવાલ

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવામાં ભાજપને સત્તા પરથી હટાવીને કેન્દ્રની મોદી સરકારને ઈ-20 પેટ્રોલ પાછું ખેંચવા માટે મજબૂર કરવાની અપીલ કરી છે. ગોવાના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગોવાની જનતા ઈ-20થી સૌથી વધુ પ્રભાવિત છે. ગોવાના લગભગ 90 ટકા લોકો ઈ-20 પેટ્રોલથી પરેશાન છે, તેમની ગાડીઓની માઈલેજ ઘટી રહી છે અને એન્જિન ખરાબ થઈ રહ્યા છે. જો ગોવા અને ઉત્તર પ્રદેશમાં ભાજપ હારી જાય છે તો ચૂંટણી પરિણામ આવ્યાના 5 દિવસની અંદર મોદી સરકાર ઈ-20 પાછું ખેંચી લેશે. તેમણે કહ્યું કે કોંગ્રેસને મત આપવાથી કોઈ ફાયદો નથી, કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જતા રહેશે અને ભાજપ ફરી પોતાની સરકાર બનાવી લેશે.

“આપ”ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદી સરકારે સમગ્ર દેશમાં બળજબરીપૂર્વક ઈ20 લાગુ કરી દીધું છે અને દેશની જનતા તેનાથી ખૂબ દુઃખી છે. લોકોના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં માઈલેજ 25થી 30 ટકા સુધી ઘટી ગઈ છે. લોકોની ગાડીઓ અને એન્જિન ખરાબ થઈ રહ્યા છે, એન્જિન સીઝ થઈ રહ્યા છે, ફ્યુઅલ સિસ્ટમ ખરાબ થઈ રહી છે અને કાટ લાગી રહ્યો છે. આટલો હોબાળો થવા છતાં મોદી સરકાર અડગ છે અને તેને પાછું ખેંચી રહી નથી.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગોવાના લોકો આ નિર્ણયથી વધુ પ્રભાવિત છે. રાષ્ટ્રીય સ્તરે લગભગ 7 ટકા પરિવારો પાસે કાર છે, પરંતુ ગોવામાં લગભગ 45 ટકા પરિવારો પાસે કાર છે અને 86 ટકા પરિવારો પાસે ટુ-વ્હીલર છે. ઘણા ઘરોમાં કાર અને ટુ-વ્હીલર બંને છે, તેથી ગોવામાં લગભગ 85થી 90 ટકા પરિવારો આ નિર્ણયથી પ્રભાવિત છે. તેમની માઈલેજ ઘટી રહી છે અને ભવિષ્યમાં તેમના એન્જિન ખરાબ થશે જ.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દુનિયાભરમાં જે દેશોએ ઈ20 લાગુ કર્યું, તેમણે તેના માટે 10થી 20 વર્ષનો સમય લીધો. બ્રાઝિલ તેમાં સૌથી આગળ છે, ત્યાં ઈ100 લાગુ છે. ત્યાં પેટ્રોલ વિના સંપૂર્ણપણે ઈથેનોલનો ઉપયોગ થાય છે અને ફ્લેક્સી ફ્યુઅલ વાહનો ઉપલબ્ધ છે. પરંતુ બ્રાઝિલે ઈ20 લાગુ કરવામાં 50 વર્ષ લીધા. ત્યાં 1931માં ઈ5 અને 1985માં ઈ20 લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને ઈ30 અને ઈ100 બંને વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ છે. દુનિયાના બાકીના દેશોમાં જ્યાં ઈથેનોલનો ઉપયોગ થાય છે, ત્યાં તે ઈ10 કરતાં પણ ઓછું છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આપણા દેશમાં 2022માં સરકારે નક્કી કર્યું કે 2025 સુધીમાં તેને લાગુ કરી દઈશું. અમારી સરકારે ઈ20 લાગુ કરવા માટે માત્ર 3 વર્ષનો સમય આપ્યો, જે શક્ય નથી. પેટ્રોલ પંપના સ્ટોરેજ ટેન્ક ઈ20 માટે તૈયાર નથી. જ્યારે તેમાં પેટ્રોલ નાખવામાં આવે છે, ત્યારે ભેજ અલગ થઈ જાય છે, જેના કારણે ઘણા લોકોની ગાડીઓની ટેન્કમાં પાણી ભરાઈ જાય છે અને ગાડી સીઝ થઈ જાય છે. ઓઈલ ટેન્કર્સ અને વાહનોને પણ તેના માટે ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા નથી. મોદી સરકારે બળજબરીપૂર્વક તેને સમગ્ર દેશમાં થોપી દીધું છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કાચા તેલની કિંમત 50 રૂપિયા પ્રતિ લિટર છે અને ઈથેનોલની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર છે, જેના પરથી સ્પષ્ટ છે કે ઈથેનોલ પેટ્રોલ કરતાં મોંઘું છે. તે ઓછી માઈલેજ આપે છે, તો પછી સરકાર તેને શા માટે થોપી રહી છે? તેનું કારણ છે કે ટ્રમ્પનું મોદીજી પર દબાણ છે. અમેરિકા વિશ્વનું સૌથી મોટું ઈથેનોલ ઉત્પાદક છે, પરંતુ તે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી. અમેરિકાના ખેડૂતો દુઃખી છે અને ત્યાં ઈ10 લાગુ છે. પરંતુ તેમણે મોદીજીને ઈ20 લાગુ કરવા અને ઈથેનોલ આયાત કરવા માટે મજબૂર કર્યા છે. ગયા વર્ષે અમે અમેરિકા પાસેથી 1 બિલિયન લિટર ઈથેનોલ આયાત કર્યું હતું અને આ વર્ષે 5 બિલિયન લિટર આયાત કરીશું. અમે તેમના બચેલા કચરાની આયાત કરવા માટે મજબૂર છીએ.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ઈ20 વિરુદ્ધ એક ટાઉન હોલનું આયોજન કર્યું હતું, જેમાં એકસાથે લગભગ 7 લાખ લોકો ઓનલાઈન જોડાયા હતા. આ દુનિયાની સૌથી મોટી ઓનલાઈન રેલી હતી, જેને ગિનિસ બુકમાં નોંધવી જોઈએ. આ ઉપરાંત 2 લાખ લોકોએ ઓનલાઈન પિટિશન પણ સાઈન કરી હતી, જે અમે મોદીજીને સોંપવા ગયા હતા, પરંતુ તેઓ અમને મળ્યા નહીં. 2023 પછી બનેલા વાહનો ઈ20 માટે અનુકૂળ છે, પરંતુ 2023 પહેલાંના લગભગ 30 કરોડ વાહનો ઈ20 માટે નહીં, પરંતુ ઈ10 માટે બનાવવામાં આવ્યા છે. સરકાર હવે ઈ40, ઈ50 અને ઈ60ની તૈયારી કરી રહી છે અને કહી રહી છે કે તેના માટે ટેસ્ટ ચાલી રહ્યા છે. પરંતુ હકીકતમાં કોઈ ટેસ્ટ થયો નથી અને જો થયો હોય તો તેનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ.

અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરી કે તેઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો ખરીદવાનું બંધ કરે, કારણ કે ભવિષ્યમાં ઈ40 આવી શકે છે, જેના કારણે એન્જિન સીઝ થઈ જશે અને માઈલેજ ઘટી જશે. જ્યાં સુધી સરકાર પોતાની નીતિઓ સ્પષ્ટ ન કરે, ત્યાં સુધી લોકોએ પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ ખરીદવી જોઈએ નહીં અને તેઓ ઈલેક્ટ્રિક વાહનો ખરીદી શકે છે. મોદીજી અને ભાજપને ખૂબ અહંકાર થઈ ગયો છે કે તેઓ ચૂંટણી તો જીતી જ જાય છે, તેઓ જે મન થાય તે કરી શકે છે, જનતા કંઈ કરી શકતી નથી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગોવાની ચૂંટણીઓ આવી રહી છે, આ વખતે ગોવાની ચૂંટણીમાં ભાજપને હરાવી દો અને તેમને મત ન આપો. બીજી તરફ ઉત્તર પ્રદેશના લોકો પણ ભાજપને મત ન આપે. જો 10 માર્ચે પરિણામ આવે, તો 15 માર્ચ સુધીમાં નક્કી મોદીજી સમગ્ર દેશમાંથી ઈ20 પાછું ખેંચી લેશે. આ લોકોના વાહનોની સુરક્ષા અને કાર્યક્ષમતાનો પ્રશ્ન છે, નહીં તો તેઓ ગમે તેટલી બૂમો પાડે, મોદીજી તેને પાછું ખેંચવાના નથી. જો લોકો કોંગ્રેસને મત આપશે, તો કોંગ્રેસવાળા પણ જઈને ભાજપની જ સરકાર બનાવી દેશે, તેથી તેમને મત આપવાથી પણ કોઈ ફાયદો નથી. આમ આદમી પાર્ટીને મત આપો અને અમે ગેરંટી આપીએ છીએ કે ચૂંટણીના પરિણામોના 5 દિવસની અંદર સમગ્ર દેશમાંથી ઈ20 પાછું ખેંચી લેવામાં આવશે. તેથી તેનો ઉકેલ ગોવાના લોકો પર જ નિર્ભર કરે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: Arvind Kejriwal E20 petrol statement Modi government ethanol policy Goa elections E20 petrol protest AAP E20 rollback demand

સંબંધિત સમાચાર