અમદાવાદ / નર્મદા / ભરૂચ/ ગુજરાત
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમે નર્મદા જિલ્લાના તમામ ગામેગામ જઈને એક એક ઘરે જઈ રહ્યા છીએ અને લોકોના હસ્તાક્ષર કરાવી રહ્યા છીએ. અત્યાર સુધી એક લાખથી વધારે લોકોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા માટે હસ્તાક્ષર કરીને જનસમર્થન આપ્યું છે. ધારાસભ્ય ચૈતરભાઈ નિર્દોષ છે અને તેમને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેથી તારીખ 24 જુલાઈ શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને 1 લાખ લોકોએ કરેલા હસ્તાક્ષર અને આવેદનપત્ર સોંપવાનું છે. આ કાર્યક્રમમાં રાજપીપળા ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને તમામ સમાજના આગેવાનો સહિત તમામ લોકો પધારે એ માટે મારું આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત