ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ વર્ષ ૧૮૭૫માં રચાયાનું ગૌરવપૂર્ણ ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ અવસરે ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક સંસ્થા કીય ક્ષેત્રોમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવી રહ્યું છે આજે એસબીઆઇટી વાસત ખાતે પણ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ સ્ટાફના મેમ્બર સાથે મળી વંદેમાતરમ્ એડ દરેક 150 ની ઉજવણી કરતા સમૂહમાં રાષ્ટ્રગીત ગાયું હતું.
૧૮૭૫મા રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશના આમ નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં “વંદે માતરમ” ગીતે મહત્વની ભૂમિકા ભજવી હતી અનેક નયા ઉમંગ સાથે દેશવાસીઓ આઝાદીની ચળવળમાં એકત્ર થયા હતા.
આજે ૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ તેની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આ ઐતિહાસિક ક્ષણની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના ભાગરૂપે રાષ્ટ્રચેતના અને માતૃભૂમિના ગૌરવના પ્રતીક તરીકે *“વંદે માતરમ”*નું સમૂહગાન કરવામાં આવ્યું હતું.
વંદે માતરમ @150 ની ઐતિહાસિક ઉજવણી સાથે નવા ભારતને આત્મનિર્ભર બનાવવા આત્મા નિર્ભર બનાવવા માટે આચાર્યશ્રી ડૉ. ડી પી સોનીએ સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષશ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, ખજાનચીશ્રી કિશોરભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ., ડી પી સોની, ડૉ.વિકાશ અગ્રવાલ ( પ્રોગ્રામ ઓફિસર એનએસએસ) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી વંદે માતરમ @150 ની સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી.


