મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ - ૧ (એકમ) સોમવાર તારીખ ૨૨/૦૯/૨૦૨૫ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

જેમાં આરતી સવારે ૦૭:૩૦ થી ૦૮:૦૦, દર્શન સવારે ૦૮:૦૦ થી ૧૧:૩૦, રાજભોગ ૧૨ કલાકે, દર્શન બપોર ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦ દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૧:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. 

આ સાથે નવરાત્રી અંગેનો કાર્યક્રમ (૧)ઘટ સ્થાપન આસો સુદ-૧ સોમવારને તા.૨૨/૦૯/૨૦૨૫. સમય સવારે ૦૯:૦૦ થી ૧૦:૩૦ કલાકે (૨) દુર્ગાષ્ટમી આસો સુદ-૮ મંગળવારને તા. ૩૦/૦૯/૨૦૨૫. આરતી સવારે ૬-૦૦ કલાકે થશે. (૩) ઉત્થાપન આસો સુદ-૮ મંગળવારને તા.૩૦/૦૯/૨૦૨૫ સવારે ૧૨:૦૦ કલાકે, (૪) વિજયાદશમી આસો સુદ-૧૦ ગુરૂવારને તા.૦૨/૧૦/૨૦૨૫ સાંજે ૫:૦૦ કલાકે, (૬) દુધ પૌઆનો ભોગ (પુનમ) તા.૦૬/૦૯/૨૦૨૫ સોમવારના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે કપુર આરતી, (૭) આસો સુદ (પુનમ) આસો સુદ-૧૫(પુનમ) મંગળવાર તા.૦૭/૧૦/૨૦૨૫. આરતી સવારે ૬-૦૦ કલાકે રહેશે. તા.૦૮/૧૦/૨૦૨૫ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.

fashion

સંબંધિત સમાચાર

travel