અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટી પ્રવક્તા યોગેશ જાદવાણીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતુ કે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની એક જાહેર સભા વરાછા રોડ પર યોજાઈ હતી. તેમાં મંત્રીએ એવું નિવેદન આપ્યું કે પાટીદાર સમાજ અને ભાજપને નાડી અને નાભીનો સંબંધ છે. એટલે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે, મત લેવાના હોય, ત્યારે ભાજપના તમામ નેતાઓ જૂના-પૂરાણા નાતાઓ, નાડી-નાભીના સંબંધો, એક સિક્કાની બે બાજુ જેવા નિવેદનો આપી લોકોને ભરમાવે છે અને સમાજ-સમાજ વચ્ચે ભેદ ઉભો કરીને લોકોની લાગણીઓ સાથે રમવાનો ખેલ રમે છે. પણ આ એ જ પાટીદાર સમાજ છે જેણે ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 30 વર્ષમાં નોટથી લઈને વોટ સુધી બધું આપ્યું. આ એ જ પાટીદાર સમાજ છે જેણે ભાજપ માટે લોહી વહાવ્યું, સંઘર્ષ કર્યો. અને આ એ જ પાટીદાર સમાજ છે, જેના સમાજમાં આજે ભાજપના નેતાઓએ તેમના ઇશારે, તેમના દબાણથી, તેમના કહેવાથી એ જ પાટીદાર સમાજની બહેન-દીકરીઓને ગાળો આપી, તેમના ઘરમાં જઈને તોડફોડ કરી અને એ જ પાટીદાર દીકરાઓને માર્યા. 14-14 દીકરાઓની હત્યા કરનારાઓ આ ભાજપના નેતાઓ છે. જે પાટીદાર સમાજે 30 વર્ષ સુધી ભાજપને એક છેડેથી વટવૃક્ષ બનાવવાનું કામ કર્યું, એ જ પાટીદાર દીકરાઓની હત્યા કરવાનું કામ કરનાર આ ભાજપના નેતાઓ છે. જે પાટીદાર સમાજની બહેન-દીકરીઓને ગાળો આપવાનું કામ કરનાર આ ભાજપના નેતાઓ છે, જે પાટીદાર સમાજના યુવાનોને જેલમાં ફસાવવાના, ધમકાવવાના અને જેલમાં રાખવાના કામ કરનાર આ ભાજપના નેતાઓ છે. જે પાટીદાર સમાજના ઘરોમાં ઘુસી તોડફોડ કરે, ધોકા મારે, એ જ ભાજપના નેતાઓ આજે કયા મોઢે નાડી-નાભીના સંબંધની વાત કરે છે?
આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વધુમાં જણાવ્યું હતુ કે જ્યારે પાટીદાર સમાજ અને ભાજપના સંબંધની વાત કરો છો, ત્યારે તમારા મોઢેથી આવતો અવાજ દુર્ગંધ મારે છે. દુર્ગંધ એટલા માટે મારે છે કે જે પાટીદાર સમાજે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને એટલું બધું આપ્યું છતાં તમે એને બદલામાં દગો આપ્યો. એના છોકરાઓને જેલ આપી, એની બહેન-દીકરીઓને ગાળો આપી. આખું ગુજરાત જોઈ રહ્યું છે કે આ ભાજપ કોઈની નથી. ભાજપ માત્ર મતોની છે, પોતાના સ્વાર્થની છે. જો પાટીદાર સમાજે એટલું બધું આપ્યું છતાં ભાજપ પાટીદાર સમાજની ન થઈ, તો ગુજરાતના અન્ય સમાજો પણ સમજી ગયા છે કે આ ભાજપ કોઈની નથી. ભાજપ ખાલી મતોની છે. ભાજપ માત્ર અને માત્ર પોતાની સત્તાની હવસમાં છે, સત્તાની ભૂખી છે. એટલે આવી ભાજપને દરેક સમાજ ઓળખી ગયો છે. હવે ભાજપના નેતાઓ જૂના-જૂના નાતાઓના નામે લોકોને ભરમાવે નહીં, લાગણીઓ સાથે ચેડા કરે નહીં, સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધે નહીં એવી વિનંતી કરવા માટે આવ્યો છું. કહેવા માટે આવ્યો છું કે ખબરદાર, જો ફરી પાટીદાર સમાજના નામે નાડી-નાભીનો સંબંધ જેવી વાતો કરશો તો યાદ રાખજો કે તમારી સાથે કોઈનો સંબંધ નથી. તમારો માત્ર સ્વાર્થનો સંબંધ છે, મતનો સંબંધ છે. એટલે આવો સ્વાર્થનો સંબંધ અમારે પાટીદાર સમાજને જાળવી રાખવો નથી અને અન્ય કોઈ સમાજને પણ તમારી સાથે સ્વાર્થનો કે મતનો સંબંધ રાખવો નથી. અમારે કામનો સંબંધ રાખવો છે. કામની વાત હોય તો કરો. તમારી જૂની ઘિસીપીટી કેસેટો વગાડવાની બંધ કરો. અમે તમારી કોઈ વાતમાં ભરમાવવાના નથી, આવવાના નથી. એટલે મહેરબાની કરીને પાટીદાર સમાજ કે અન્ય સમાજના નામે રાજકીય રોટલા શેકવાનું તમારું જે તંત્ર છે એ જલ્દીથી બંધ કરી દો. નહીં તો આ વખતે દરેક સમાજે નક્કી કરી લીધું છે કે ભાજપને પાડી દેવાની છે. જો વધારે અમને ઉશ્કેરશો તો બધા સમાજો સાથે મળી અને ભાજપને જે કંઈ સીટો મળવાની હશે એ પણ નહીં મળે. કારણ કે આજે દરેક સમાજ, માનવ સમાજ એટલો ગુસ્સે છે, એટલો રોષથી ભરાયેલો છે કે ભાજપના સુપડા સાફ કરવા માટે તત્પર છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


