શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૧૫/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સભાગૃહ ખાતે પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ શ્રી લાભુભાઈ સોનાણી (મંડળના પ્રમુખ), શ્રી હસમુખભાઈ ધોરડા (મંડળના મંત્રી), શ્રી મહેશભાઈ પાઠક(માનદમંત્રી - કે.કે.બ્લાઈન્ડ સ્કુલ), શ્રી હર્ષકાન્તભાઈ રાખશીયા (સહમંત્રી - કે.કે.બ્લાઈન્ડ સ્કુલ), શ્રી અંકિતાબેન ચૌહાણ (કારોબારી સભ્ય), શ્રી હર્ષ એન. ધ્રાંગધરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ દાતા શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનભાઈ વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝા પરિવારનો અંતરથી આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળનાં મંત્રી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ શ્રી અંકિતાબેન ચૌહાણે કરી હતી.


