મુખ્ય સામગ્રી પર જાઓ

E20 ઇંધણ વિવાદ: કેન્દ્ર સરકારની જીદ સામે કેજરીવાલનો મોરચો, વિકલ્પો આપવાની કરી માગ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે E20 ઇંધણના અમલીકરણ અને કેન્દ્ર સરકારની કાર્યપદ્ધતિ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર આ બાબતે સતત વિરોધાભાસી નિવેદનો આપી રહી છે અને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

E20 ઇંધણ વિવાદ: કેન્દ્ર સરકારની જીદ સામે કેજરીવાલનો મોરચો, વિકલ્પો આપવાની કરી માગ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે E20 ઇંધણનો ભારે જનતા વિરોધ છે. આમ છતાં, કેન્દ્ર સરકાર અડગ છે. કેજરીવાલે કહ્યું કે તેમને સરકારની જીદનું કારણ ખબર નથી. સરકાર પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સતત એક પછી એક ખોટા દાવા કરી રહી છે. એક મંત્રી એક વાત કહે છે, બીજા કઈક અલગજ.

ભ્રામક દાવાઓ અને નવી યુક્તિઓ

કેજરીવાલના મતે, કેન્દ્ર સરકાર લોકોને E20 ઇંધણ સ્વીકારવા અને તેનો ઉપયોગ કરવા માટે સમજાવવા માટે નવી વ્યૂહરચના અપનાવી રહી છે. સરકાર ભ્રામક દાવા કરી રહી છે. 3 જુલાઈના રોજ, કેન્દ્ર સરકારે છ વાહન ઉત્પાદકોના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા.

વાહન ઉત્પાદકોને અપીલ

સરકારે આ કંપનીઓને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર જનતાને જણાવવા કહ્યું કે E20 ઇંધણ સંપૂર્ણપણે યોગ્ય છે. આ કંપનીઓમાં મારુતિ સુઝુકી, ટોયોટા કિર્લોસ્કર, હીરો મોટોકોર્પ, હ્યુન્ડાઇ મોટર, બજાજ ઓટો અને ટીવીએસ મોટર કંપનીનો સમાવેશ થાય છે. તેમને મીડિયાને સંબોધિત કરવા અને જનતાને ખાતરી આપવા માટે કહેવામાં આવ્યું હતું કે E20 ઇંધણ ઉપયોગ માટે યોગ્ય છે.

AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, "હાથ જોડીને, હું મોદીજીને વિનંતી કરું છું કે તેઓ જનતાની માંગને સ્વીકારે કે તેમને એક વિકલ્પ પૂરો પાડે જેમાં તમામ પ્રકારના ઇંધણ (જેમ કે E20, E10, અથવા E0) પેટ્રોલ પંપ પર અલગ અલગ ભાવે ઉપલબ્ધ હોય."

Tags: Arvind Kejriwal Delhi News in Gujarati Arvind kejriwal news Delhi Gujarati Samachar Latest Delhi News in Gujarati

સંબંધિત સમાચાર