અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ લોકોને અમે જણાવવા માંગીએ છીએ કે આવતીકાલે 19 જુલાઈ 2026, રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે સવારથી લઈને બપોર સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ હનુમાન ચાલીસાના પાઠમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત અમદાવાદના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, આ હનુમાન ચાલીસાના પાઠ પાછળ મુખ્ય હેતુ એ છે કે કેન્દ્ર સરકારે E20 પેટ્રોલ દરેકની ગાડીમાં ફરજિયાત કર્યું છે, જેનાથી દેશના 30 કરોડ વાહનો કબાડ થઈ જાય એમ છે. સાથે સાથે ગુજરાતના લોકોના પણ વાહનો આ E20 પેટ્રોલથી બગડશે. ભાજપ સરકારે પોતાના સ્વાર્થ માટે અને પોતાના માનીતા લોકોની કંપનીઓને ફાયદો કરાવવા માટે જે કાળો કાયદો કે કાળો વટહુકમ આપણા પર ઠોકી બેસાડ્યો છે અને આપણા તમામ લોકોના વાહનોને કબાડ ખાનામાં નાખવા માટે મજબૂર કરવામાં આવે છે, તો આ લોકોને હનુમાન દાદા સદબુદ્ધિ આપે અને આપણી ગાડીઓ હનુમાન દાદા બચાવે એ હેતુથી આવતીકાલે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા છે. તો વધુમાં વધુ લોકો આ હનુમાન ચાલીસાના કાર્યક્રમમાં જોડાય એવી અમારી નમ્ર અપીલ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત