સામગ્રી
3 થી 4 ટામેટા
લાલ મરચું
કાચી મગફળી
જીરું
સ્વાદાનુંસાર મીઠું
લસણ
ખાંડ
રાઇના કુરિયા
મેથીના કુરિયા
લવિંગ
ઇલાયચી
બનાવવાની રીત
- ટામેટાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ લો.
- આ કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં મેથીના કુરિયા અને રાઇના કુરિયા એડ કરીને એકથી બે મિનિટ માટે શેકી લો.
- આ મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને એમાંથી પાવડર તૈયાર કરી લો..
- ત્યારબાદ એક બીજુ પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં કટ કરેલા ટામેટા એડ કરો.
- ટામેટા એડ કર્યા પછી લવિંગ અને આખી ઇલાયચી એડ કરો.
- હવે આ ટામેટાને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા ગેસે થવા દો.
- ત્યારબાદ ટામેટામાં ખાંડ નાખો અને આ મિશ્રણને ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો.
- હવે આમાં સ્વાદાનુંસાર મીઠું અને મરચું નાંખીને થોડી વાર માટે થવા દો.
- ત્યારબાદ આ બધી સામગ્રીઓ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં રાઇના અને મેથીના કુરિયાનો પાવડર મિક્સ કરી દો.
- આ બધી જ વસ્તુ એડ કર્યા પછી ચમચાની મદદથી હલાવી લો અને મિક્સ કરી લો.
- તો તૈયાર છે ટામેટાનું અથાણું.
- આ અથાણું એર ટાઇટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો.


