મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગમે તેટલી ગોળીઓ ચલાવો, AAP ઉનામાં પૂરી તાકાતથી લડશે: પ્રવીણ રામનો હુંકાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. AAP પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે હોસ્પિટલ પહોંચી ઘાયલ ઉમેદવારની મુલાકાત લીધી અને ભાજપના નેતાઓ પર આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.

ગમે તેટલી ગોળીઓ ચલાવો, AAP ઉનામાં પૂરી તાકાતથી લડશે: પ્રવીણ રામનો હુંકાર

અમદાવાદ / સોમનાથ / ગુજરાત : ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ભાજપ દ્વારા ગોળી મારવામાં આવતા ચકચાર મચી છે. ઘાયલ AAP ઉમેદવાર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ હોસ્પિટલ જઈ ઉમેદવારની મુલાકાત લીધી હતી. આ તકે મીડિયા સાથે વાત કરતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે,ઉના નગરપાલિકાને બિનહરીફ કરાવવા માટે ભાજપના નેતાઓ એવી ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ અજયભાઈ ઉપર ફાયરિંગ થયું છે. ગુજરાતની અંદર બિહાર અને યુપી જેવી સ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે અહીં કર્યું છે. ઉના નગરપાલિકા બિનહરીફ કરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર પોતાના ફોર્મ પાછા ખેંચી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે તેમના ટેકેદારો પાસે શપથનામા કરાવ્યા છે. છતાં પણ આમ આદમી પાર્ટીના અજયભાઈ જેવા મજબૂત લોકોએ પોતાના ફોર્મ પરત ન ખેંચ્યા. એ વાતનું પેટમાં દુખતું હોવાથી અને આજથી છ મહિના પહેલાં પણ અહીંના ભાજપના નેતાઓના અમુક ભ્રષ્ટાચાર ખુલ્લા કરવાની વાતોને લઈને અમને શંકા છે કે આજે જે ફાયરિંગ થયું છે એ ભાજપના નેતાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે. અજયભાઈ ઉપર જે ફાયરિંગ થયું છે, સદનસીબે તેઓ બચી ગયા છે. પરંતુ આ ઘટના બહુ મોટી ઘટના છે. સરકાર એટલા માટે બેઠી હોય કે ગુંડાઓને દબાવી શકે અને કાયદો-વ્યવસ્થા જાળવી શકે. પરંતુ સરકારના ભાજપના નેતાઓ જ જ્યારે પોતે ગુંડા બની જાય ત્યારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આવનારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો ચોક્કસ બદલો લેવો જોઈએ અને ભાજપના નેતાઓને જવાબ આપવો જોઈએ.

આપ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતુ કે આ ઘટના ખૂબ જ નિંદનીય ઘટના છે. અત્યારે અહીંથી અમે કહીએ છીએ કે અજયભાઈ ચૂંટણી લડશે, પૂરી તાકાતથી લડશે. આમ આદમી પાર્ટી ઉનામાં પૂરી તાકાતથી ચૂંટણી લડશે. જેને રોકવું હોય એ રોકી લે, કોઈપણ જાતની ચૂંટણીમાં પીછે હટ નહીં થાય. જેને રોકવાનો પ્રયત્ન કર્યો છે એને સીધો જવાબ મળશે. અમે ક્યાંય ડરવાના નથી, હિંમત હારવાના નથી. તમે ફાયરિંગ કરાવો છો, તમે કેસ કરો છો, તમે ફરિયાદ કરો છો. પોલીસને મારે કહેવું છે કે ચૂંટણી આવી છે તો હથિયાર જપ્ત કરવાના હોય. તો આ હથિયાર ક્યાંથી આવ્યું? કઈ રીતે આવ્યું? આ વ્યક્તિએ, અજયભાઈએ છ મહિના પહેલાં પોલીસ સ્ટેશનમાં સોગંદનામું કરીને લખાવેલું હતું કે મારી ઉપર હુમલો થવાની શક્યતા છે. તો શા માટે કાર્યવાહી નથી થઈ? શા માટે પોલીસ પ્રોટેક્શન ન અપાયું? શંકાના દાયરામાં તંત્ર પણ છે. ત્યારે સરકાર અને તંત્રને સીધા સવાલો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે ચોક્કસથી ગુજરાતમાં અવાજ ઉઠાવશે, લડશે અને અમારા તમામ ઉમેદવારો પૂરી તાકાતથી ફાઇટ આપશે અને ચૂંટણી જીતવા મેદાનમાં ઉતરશે. ઉનાની જનતાને મારી અપીલ છે કે અમે જ્યારે એટલી હિંમત બતાવી રહ્યા છીએ, તાકાત બતાવી રહ્યા છીએ, ત્યારે આ તમામ લોકોને જીત આપો એવી ઉનાના તમામ લોકોને હું નમ્ર અપીલ કરું છું. 

આમ આદમી પાર્ટી ગુજરાત

fashion

સંબંધિત સમાચાર

travel