મુખ્ય સામગ્રી પર જાઓ

"ગૃહમંત્રી ફાંકા ફોજદારીમાં વ્યસ્ત": ૩૦ વર્ષના શાસન બાદ પણ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત કેમ નથી? - પાયલ સાકરીયા

ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની સંડોવણી અને વાહવાહીની રાજનીતિ પર સવાલો ઉઠાવતા પાયલ સાકરીયાના આક્રમક નિવેદનો.

"ગૃહમંત્રી ફાંકા ફોજદારીમાં વ્યસ્ત": ૩૦ વર્ષના શાસન બાદ પણ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત કેમ નથી? - પાયલ સાકરીયા

અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ પાયલ સાકરીયાએ ગુજરાતમાં કથળતી મહિલા સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વખતે મહિલા સલામતીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. ઉત્તર ગુજરાતમાં ૧૮ વર્ષથી નાની વયની દીકરીઓ ગર્ભવતી બનવાના આંકડા હોય કે તાજેતરમાં બનેલી ઘટનાઓ, ગુજરાતની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. શાંત અને સલામત ગણાતા ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં પણ દુષ્કર્મની દર્દનાક ઘટનાઓ બની રહી છે, જ્યારે બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી માત્ર ભાષણબાજી અને ફોકટના વાયદાઓ કરી રહ્યા છે. લોકોએ સરકારને માત્ર વાયદાઓ આપવા કે ભાષણબાજી કરવા માટે સત્તા નથી આપી. ભાજપ સરકારની આટલા વર્ષોની નિષ્ફળતાનો ભોગ આજે ગુજરાતની નિર્દોષ દીકરીઓ અને મહિલાઓ બની રહી છે.

’આપ' નેતા પાયલ સાકરીયાએ વધુમાં આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં ૧૭-૧૮ વર્ષની દીકરી સાથે બળાત્કાર થતાં અતિશય રક્તસ્રાવને કારણે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું અને બીજી ઘટનામાં હોસ્ટેલમાં રહીને ભણતી દીકરી પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું, તેમજ આણંદમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો સામે પણ આવી ઘટનામાં સંડોવણી સામે આવી છે. ગુનેગારોને કાયદા કે સરકારનો કોઈ ડર રહ્યો નથી, કારણ કે તેમને ખબર છે કે નેતાઓ માત્ર ભાષણબાજી કરીને વાત પૂરી કરી દેશે. જ્યારે આવી દર્દનાક ઘટનાઓ બને છે ત્યારે આખી જિંદગી બરબાદ થઈ જાય છે અને એ પીડા માત્ર એક સ્ત્રી જ સમજી શકે છે. આ ખાલી ચર્ચાનો મુદ્દો નથી, તેથી ગૃહ વિભાગે માત્ર ભાષણબાજી કરવાને બદલે કડકમાં કડક એક્શન પ્લાન બનાવવો જોઈએ અને હેવાનોને એવી કઠોર સજા આપવી જોઈએ કે ગુજરાતની એક પણ દીકરી સાથે આવું કૃત્ય કરવાની કોઈની હિંમત ન થાય.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: digital political news India official news website Gujarat Payal Sakariya statements on home minister daily news portal

સંબંધિત સમાચાર