મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગૃહમંત્રીના વિસ્તારમાં જ ગુંડાઓ બેફામ? ધર્મેશ ભંડેરીએ સુરતની કાયદો-વ્યવસ્થાની પોલ ખોલી

સુરતના અલથાણ વિસ્તારમાં 10-12 વર્ષની દીકરીની છેડતીની ઘટના બાદ ન્યાય માંગવા પોલીસ સ્ટેશને પહોંચેલા લોકો પર થયેલા લાઠીચાર્જને લઈને આમ આદમી પાર્ટીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. AAP નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો છે કે ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વિસ્તારમાં જનતા પર લાઠીચાર્જ થાય છે જ્યારે ગુનેગારો બેફામ ફરે છે.

ગૃહમંત્રીના વિસ્તારમાં જ ગુંડાઓ બેફામ? ધર્મેશ ભંડેરીએ સુરતની કાયદો-વ્યવસ્થાની પોલ ખોલી

અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ એક ગંભીર મુદા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એટલે કે ગૃહમંત્રીના ઘરની નજીક અને કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાં ગઈકાલે એક દસ-બાર વર્ષની દીકરીની એક વ્યક્તિએ છેડતી કરી અને લોકોએ એ વ્યક્તિને પકડ્યો અને માર મારીને પોલીસના હવાલે કર્યો. આ વાતની જાણ લોકોને થઈ તો લોકોના ટોળા પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને પોલીસે બેરહેમીપૂર્વક લોકો પર લાઠીચાર્જ કર્યો. જ્યારે આ ઘટનાની જાણ અમને થઈ તો અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પૂછ્યું કે “આ લાઠીચાર્જ શા માટે કરવામાં આવ્યો? શું લોકો પોલીસ પાસે આવીને રજૂઆત પણ ન કરી શકે? ન્યાય પણ માંગી શકે?” લોકોને માંગ હતી કે “પોલીસ ભાજપના નેતાઓ સાથે બેસીને ગુપ્ત બેઠક કરે છે તે ન કરવામાં આવે અને સમાજના આગેવાનોને પણ બેઠકમાં સામેલ કરવામાં આવે”. આ વાત પોલીસે માન્ય ન રાખી અને ટોળા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો જેમાં ઘણા લોકો ઘાયલ થયા. જે વ્યક્તિને ઈજા થઈ એ વ્યક્તિને ધારાસભ્ય મનુભાઈ ફોગવાએ એવું કહ્યું કે “તારે એમ કહેવાનું છે કે મને લાઠીચાર્જમાં વાગ્યું નથી,  હું તો પડી ગયો હતો”.  આ બાબતે પેપરમાં ખબર આવી એટલે અમને જાણ થઈ.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સિંઘમગીરી કરતા ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે. પોલીસને સિંઘમગીરી કરવાનો શોખ છે, તો ગુનેગારો પર કેમ લાઠીચાર્જ નથી થતો? અને એમના પર કેમ સિંઘમગીરી નથી બતાવવામાં આવતી? જો ગનેગારો પર સિંઘમગીરી કરવામાં આવી હોત તો આવી ઘટના બને જ નહીં. કેમ લોકોને કાયદાનો ડર રહ્યો નથી? દુષ્કર્મ, લૂંટ, હત્યાની ઘટનાઓ હવે સુરત શહેરમાં નવી નથી રહી? ગૃહમંત્રીના વિસ્તારમાં આવી ઘટનાઓ વારે વારે બને છે, તો ગુજરાતના અન્ય વિસ્તારની પરિસ્થતિની તો શું વાત જ કરવી. પોલીસ ગુનેગારો પર સિંઘમગીરી કરવાની જગ્યાએ સામાન્ય લોકો પર સિંઘમગીરી બતાવે છે, તો લોકો ન્યાય માટે કોની પાસેથી અપેક્ષા રાખશે? ફરિયાદ કરવા આવેલા લોકો પર લાઠીચાર્જ થાય છે અને ગુનેગારોને અનેક વાર છાવરવાના પ્રયાસો થયા છે, એના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે, તો પોલીસ તંત્રએ સિંઘમગીરી બંધ કરી અને ગૃહમંત્રીએ પોતાની સિંઘમગીરી બંધ કરીને કાયદો સુરક્ષા અને સલામતીના કડક પગલાં ભરવા જોઇએ. ગૃહમંત્રીને જો એમ હોય કે મોટી મોટી વાતો કરવાથી સુરત શહેર કે ગુજરાત રાજ્ય સલામત થઈ જશે તો હકીકતમાં સલામત નહીં થાય. આજે સામાન્ય માણસ ડરે છે કે જ્યારે તેમના દીકરા દીકરી ઘરની બહાર જાય છે તો તેમની સાથે કોઈ ઘટના તો નહીં ઘટે ને? અને એ દીકરો કે દીકરી જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી ઘરના સભ્યો અસુરક્ષા અનુભવે છે. તો આવું ગુજરાત કોણે બનાવ્યું? આ વાત આપણે આપણી જાતને પૂછવી જોઈએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

fashion

સંબંધિત સમાચાર

travel