આમ, જો તમે ઇચ્છો છો કે તમારું બાળક ખુલીને વાત તમારી સાથે શેર કરો તો તમે એને એ અહેસાસ અપાવો કે તમે એની માટે ખાસ છો. તો જાણી લો તમે પણ એવી વાત વિશે જેનાથી તમારું બાળક તમારાથી કોઇ વાત છુપાવે નહિં.
- જ્યારે તમે તમારા બાળક સાથે માતા-પિતા બનીને વાત કરો છો તો એ તમારાથી અનેક વાતો છુપાવશે, પણ જો તમે એક ફ્રેન્ડની જેમ ફ્રેન્ક ટોનમાં વાત કરો છો તો એ તમારી નજીક આવશે અને તમારી સાથે અનેક વાતો પણ શેર કરશે.
- બને ત્યાં સુધી બાળકો પર ગુસ્સો ઓછો કરો. ઘણાં માતા-પિતાની આદત હોય છે કે તેઓ બાળક પર નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જતા હોય છે. આમ, જો તમારી આદત પણ આવી કંઇક છે તો તમારે સુધારવાની જરૂર છે. તમારી આ આદત બાળકો પર ભારે પડી શકે છે. આ માટે બાળકને પ્રેમથી સમજાવો. બાળક ગમે તેટલુ મોટું થઇ જાય તો પણ પેરેન્ટ્સ માટે તો એ નાનું જ હોય છે. આમ, જ્યારે બાળક મોટુ થઇ જાય ત્યારે બધાની વચ્ચે એની પર ગુસ્સે થવાથી એનો અહમ ઘવાય છે.
- આ સાથે જ તમારું બાળક એમના રિલેશનશિપની વાત તમને કરે છે તો તમે શાંતિથી સાંભળો અને પછી તમારા પોઇન્ટ એની સાથે શેર કરો. આમ કરવાથી બાળક તમારી સાથે બધી વાત શેર કરો. આ સાથે જ જો સામેનું પાત્ર સારું છે તો તમે એને સ્વીકારી લો. પણ જો તમે નાની-નાની વાતમાં ખોટી માથાકૂટ કરો છો તો એ વધારે જીદ્દી થઇ જશે અને તમારી વાત સાંભળશે નહિં.