મુખ્ય સામગ્રી પર જાઓ

જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન

NEET પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) ના જૂનાગઢ શહેર સંગઠન દ્વારા સરદાર બાગ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન

અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના જૂનાગઢ શહેર સંગઠન દ્વારા NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે સરદાર બાગ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા  પાસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, અશોકભાઈ ઘોશિયા, શહેર પ્રમુખ તથા લોકસભા ઇન્ચાર્જ પ્રવીણભાઈ મકવાણા, ઉત્સવભાઈ છત્રાળા, ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યો જયસુખભાઈ પાઘડાર, દિનેશભાઈ રૂપારેલીયા, સાગરભાઈ ગજેરા, ચંદુભાઈ ચાવડા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હિતેશભાઈ ગજેરા, ગોવિંદભાઈ ઢોલરીયા, મહેશભાઈ બલદાણીયા સહિત શહેરના વિવિધ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. NEET પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડવા માટે લોકો એકત્રિત થયા હતા અને વિદ્યાર્થીઓના હક માટે અવાજ ઉઠાવ્યો હતો.

આ તકે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાએ જણાવ્યું હતું કે NEET પરીક્ષામાં થયેલા પેપર લીક અને ગેરરીતિઓના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ખિલવાડ થયો છે. વર્ષો સુધી મહેનત કરીને ડૉક્ટર બનવાના સપના જોનારા વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચારના કારણે મોટો આઘાત પહોંચ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવી સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે દેશની શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં નહીં આવે અને NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવવી જોઈએ. અન્ય પાર્ટીના નેતાઓ પ્રમુખો બનાવવામાં વ્યસ્ત છે ત્યારે આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓના હક માટે રસ્તા પર વિરોધ કરી રહી છે. વિદ્યાર્થીઓને ન્યાય મળે અને NEET કૌભાંડના દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: aam aadmi party AAP NEET-UG કૌભાંડ AAP GUJARAT NEET EXAM

સંબંધિત સમાચાર