મુખ્ય સામગ્રી પર જાઓ

જૂનાગઢના ખેડૂતો માટે સારા સમાચાર: એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવાની માંગને સરકારની મંજૂરી

જૂનાગઢના ખેડૂતો માટે ખુશખબર! AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રજૂઆત બાદ સરકારે જૂનાગઢમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવાની માંગ સ્વીકારી છે. ખેતપેદાશોમાં મૂલ્યવૃદ્ધિ અને સ્થાનિક રોજગારી માટે સરકાર દ્વારા ઉદ્યોગ કમિશનરને સોંપાઈ કાર્યવાહી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

જૂનાગઢના ખેડૂતો માટે સારા સમાચાર: એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવાની માંગને સરકારની મંજૂરી

જૂનાગઢ : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગો (એગ્રો ઇન્ડસ્ટ્રીઝ)ની સ્થાપના માટે કરેલી રજૂઆત અંગે ગુજરાત સરકાર તરફથી મળેલા પ્રતિભાવને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોની ખેતપેદાશોનું ગ્રેડિંગ, ક્લિનિંગ, પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ જેવા કાર્યો જૂનાગઢ જિલ્લામાં જ થાય તેમજ ખેડૂતોની ઉપજમાં મૂલ્યવૃદ્ધિ (વેલ્યૂ એડિશન) થાય તે હેતુથી જૂનાગઢ જિલ્લામાં એગ્રો બેઈઝ્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા રજૂઆત કરી હતી. સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે આ રજૂઆતની નોંધ લેવામાં આવી હોવાનું જણાવતાં આગળની કાર્યવાહી માટે ઉદ્યોગ કમિશનરની કચેરીને અનુલક્ષી પત્ર પાઠવવામાં આવ્યો હોવાનું પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે.

સરકારના પ્રતિભાવમાં વધુમાં જણાવાયું છે કે જૂનાગઢ જિલ્લામાં કૃષિ, ઓટોમોબાઇલ અને રોજગારલક્ષી ઉદ્યોગોના વિકાસ માટે જમીનની ઉપલબ્ધિ, કાચા માલની સુલભતા, આંતરમાળખાકીય સુવિધાઓ, કુશળ માનવબળ અને બજાર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે. સાથે જ સરકાર દ્વારા કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને તેમની ખેતપેદાશોનું યોગ્ય મૂલ્ય મળે, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે એગ્રો બેઈઝ્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના અત્યંત જરૂરી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: Agro-based industries in Gujarat Value addition in agriculture products Gopal Italia farmers advocacy Agro industries in Junagadh Government support for farmers Agriculture based in Gujarat Industries Agricultural development in Junagadh AAP Gujarat farmers policy Industry and Mines Department Gujarat Industry and Mines Department Gujarat Farm-to-market processing

સંબંધિત સમાચાર