મુખ્ય સામગ્રી પર જાઓ

ખેડૂત એકતાની જીત, પણ હજુ લડાઈ બાકી: ભાજપ સરકાર સામે રમેશ મેરની ૪ મુખ્ય માંગણીઓ

વીજ કંપનીના થાંભલા મુદ્દે સરકારની જાહેરાતને AAP નેતા રમેશ મેરે ગણાવી 'લોલીપોપ'. ૪ ગણું વળતર, ખેડૂતોને કમિટીમાં સ્થાન અને લેખિત બાંહેધરી માટે આંદોલન યથાવત.

ખેડૂત એકતાની જીત, પણ હજુ લડાઈ બાકી: ભાજપ સરકાર સામે રમેશ મેરની ૪ મુખ્ય માંગણીઓ

અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે ખેડૂતોની લડત રંગ લાવી, ખેડૂત એકતા ઝિંદાબાદ! આજે સરકારે કંઈક ને કંઈક વિચારવું પડ્યું, સરકાર વિચારવા માટે મજબૂર બની ગઈ. એટલા માટે મજબૂર બની, દર વર્ષે થાંભલાના ખાડા ખોદાતા હતા, પણ ખેડૂતોમાં એકતા ન હતી, ખેડૂત આંદોલન નહોતું. એટલે સરકાર, કંપનીઓ અને સરકારમાં બેઠેલા લોકો કંપનીઓ સાથે વાટાઘાટો કરી ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા. પરંતુ આજે જ્યારે ખેડૂતો એક થયા, ખેડૂત નીડર અને લીડર બન્યા, ત્યારે આજે ખેડૂતોના નામે સરકારને જાહેરાત કરવી પડી છે. તેમણે આગળ જણાવ્યું કે, મારે મન તો આ જાહેરાત માત્ર એક 'લોલીપોપ' લાગે છે. કારણ કે આ ભાજપે ઘણી વાર વાયદા કર્યા છે, પણ કોઈ પૂરા કર્યા નથી. 

આ વાત આપણે બધા જાણીએ છીએ. ત્યારે મારે સમગ્ર ખેડૂતોને કહેવું છે કે આ જાહેરાતો માત્ર લોલીપોપ જેવી છે, માત્ર જાહેરાતો જ કરવાની છે. અત્યાર સુધી ખેડૂતોને આ લોકોએ ડરમાં રાખવાની માનસિકતા રાખી છે, જેથી ખેડૂતો હેરાન થાય, ખેડૂતો આંદોલન કરે અને ખેડૂતો અનાજ પકવવાની જગ્યાએ આ રીતે ઉપવાસ પર બેસે. આ ભાજપ પાર્ટીની માનસિકતા છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, વાગ્યા પછી ઉપર મલમ લગાવવાની આ એક પ્રક્રિયા છે. આ સરકારની દોગલી નીતિ છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, ત્યાં ચાર ગણું વળતર આપવામાં આવે છે. ગુજરાતમાં પણ વર્ષોથી ભાજપની સરકાર છે, તો શું અહીં ચાર ગણું વળતર ન આપી શકાય? પણ ના, હજુ પણ એમાં કટકીબાજો કટકી કરવા માંગે છે. 

અમારી મુખ્ય માંગણીઓ છે કે 

૧. ગુજરાતના ખેડૂતોને પણ તાત્કાલિક ૪ ગણું વળતર આપવામાં આવે. 

૨. આ બાબતે નવી SOP નક્કી કરવામાં આવે. 

૩. સરકાર દ્વારા જે કમિટી બનાવવામાં આવે, તેમાં ખેડૂતોને સામેલ કરવામાં આવે. 

૪.ખેડૂતની મરજી વગર અને ખેડૂતની પરવાનગી વગર એક પણ કંપનીવાળો કે એક પણ વ્યક્તિ ખેતરમાં પગ ન મૂકી શકે. 

હવે આ બધું જ સરકારે લેખિતમાં આપવું પડશે. આ બધું બની જાય અને લેખિતમાં આપવામાં આવે એવી સરકારને મારી નમ્ર અપીલ અને વિનંતી છે. નહીંતર અમારે એમ જ માનવાનું રહેશે કે આ માત્ર એક 'લોલીપોપ' છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: જમીન સંપાદન વિવાદ આમ આદમી પાર્ટી ખેડૂત આંદોલન ખેડૂત વળતર માંગ ગુજરાત રમેશ મેર નિવેદન ભાજપ સરકાર ખેડૂત વિરોધી નીતિ વીજ કંપની થાંભલા વિરોધ ૪ ગણું વળતર કાયદો ખેડૂત એકતા આંદોલન ગુજરાત ખેડૂત અધિકાર

સંબંધિત સમાચાર