મુખ્ય સામગ્રી પર જાઓ

લુણાવાડા એસટી ડેપોની ઉદાસીનતા: ખારોલ રૂટ પર મુસાફરોને હાલાકી

લુણાવાડા એસટી ડેપો દ્વારા દર રવિવારે સાંજે ૫:૧૦ કલાકની લુણાવાડા-ખારોલ બસ બંધ કરી દેવાતા મુસાફરો અને વિદ્યાર્થીઓમાં તંત્ર સામે ઉગ્ર રોષ.

લુણાવાડા એસટી ડેપોની ઉદાસીનતા: ખારોલ રૂટ પર મુસાફરોને હાલાકી
લુણાવાડા-ખારોલ એસટી બસ, ખારોલ તેમજ રાબડીયા રૂટ ઉપર, જનતાને તેમજ વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીના, વહીવટની ખામીના કારણે ખારોલ, દર રવિવારે પણ ખારોલ રૂટ,

લુણાવાડા એસટી ડેપો સંચાલિત ખારોલ તેમજ રાબડીયા રૂટ ઉપર મુસાફરો પરેશાન

જગદીશ ત્રિવેદી (અમદાવાદ એક્સપ્રેસ ન્યુઝ રિપોર્ટર): મહીસાગર જિલ્લામાં સરકારી પરિવહન સેવાની કથળેલી કામગીરીને કારણે ગ્રામીણ વિસ્તારોના મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા એસટી ડેપો સંચાલિત ખારોલ તેમજ રાબડીયા રૂટ ઉપર અધિકારીઓની તેમજ સ્થાનિક સત્તાધીશોની સેવાતી ઘોર ઉદાસીનતાના કારણે આ રૂટ ઉપરની જનતાને તેમજ વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીના ભોગ બનવું પડ્યું રહ્યું છે. આ વિસ્તારમાં એસટી ડેપોના મનસ્વી નિર્ણયોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઉલ્લેખનીય છે કે, લુણાવાડાથી કોઠંબા અને ખારોલ તરફ જતા મુસાફરો માટે આ સરકારી બસ સેવા જ એકમાત્ર આર્થિક અને સરળ પરિવહનનું માધ્યમ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારના દિવસે નોકરીયાત વર્ગ અને સામાન્ય નાગરિકોને સૌથી વધુ તકલીફ પડી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ત્યારે લુણાવાડા ડેપો સંચાલિત સાંજના અંદાજે ૦૫/૧૦ કલાકે ઉપડતી લુણાવાડા-ખારોલ બસને સ્થાનિક એસટી ડેપોના સત્તાધીશોની મીઠી નજર લાગવાના કારણે આ બસનો રૂટ દર રવિવારે બંધ કરી દેવામાં આવે છે જેના કારણે કોઠંબા ખારોલ તરફની મુસાફર જનતાને પારા વાર હાલાકી વેઠવી પડી રહી છે. જ્યારે લુણાવાડા એસટી ડેપોના સ્થાનિક સત્તાધીશો ને લુણાવાડા-ખારોલ બસ દર રવિવારે કેમ રદ કરી દેવામાં આવે છે એવું પૂછવામાં આવતા જવાબ મળે છે કે એસટી બસ નથી તેમ જ ડ્રાઇવર કંડકટર ક્રૂ નથી, ત્યારે આ બાબત એસ.ટી વહીવટની છે તેમાં મુસાફર જનતાનું શું વાંક ?

નોંધવા જોગ છે કે તંત્રની આવી આડોડાઈ સામે સ્થાનિક રહીશોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટની ખામીના કારણે ખારોલ, કોઠંબા તેમજ આજુબાજુના વિવિધ ગ્રામીણ વિસ્તારની મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ લુણાવાડા ડેપોમાં સર્જાતા લુણાવાડા એસટી ડેપો માટે કમાઉ દીકરા સમાન ગણાતા કોઠંબા, ખારોલ અને રાબડીયા રૂટ ઉપર એસટી તંત્રના સત્તાધીશોના ઓરમાયા વર્તનથી મુસાફર જનતાને, નોકરિયાત વર્ગને તેમજ વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીના ભોગ બનવું પડી રહેલું જોવા મળે છે ત્યારે આ બાબતે લુણાવાડા ડેપોના સત્તાધીશો મીઠી નીંદર માણી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે.

તઘલખી નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર

ડેપો મેનેજર દ્વારા રૂટના સમયમાં કરવામાં આવેલા અણધાર્યા ફેરફારથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર જોખમાયું છે. સંવાદદાતાના જણાવ્યા અનુસાર, લુણાવાડા ડેપો સંચાલિત લુણાવાડા-ખારોલ એસટી બસને દર રવિવારે કેન્સલ કરવામાં જ આવતી હોય છે ત્યારે શું રવિવારના દિવસે મુસાફરો પણ પોતાના નાના-મોટા કામો માટે અવરજવર નહીં કરતા હોય ? તેઓ વેધક સવાલ મુસાફર જનતામાંથી ઉભો થવા પામ્યો છે. થોડા દિવસ અગાઉ એસટી તંત્રના સત્તાધીસોના તઘલખી નિર્ણયના કારણે રાબડીયા રૂટ ઉપરની એક સર્ક્યુલર એસટી બસ સેવાનો લાભ પણ રાબડીયા, ખારોલ, કોઠંબા તેમજ કોઠંબા તાલુકાના આજુબાજુના અસંખ્ય નાના-મોટા ગ્રામીણ વિસ્તારની મુસાફર જનતા પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.

વધુમાં, તે એસટી બસ નો સમય સવારે વહેલા કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને હાલમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાય ને આટો જેવો ઘાટ સર્જાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ લુણાવાડા ડેપો સંચાલિત સાંજના અંદાજે ૦૫/૧૦ કલાકે ઉપરથી ખારોલ બસ સેવાને દર રવિવારે સ્થાનિક સત્તાધીશોની મનમાની ના કારણે કેન્સલ કરી દેવામાં આવતા દર રવિવારે મુસાફર જનતાને પણ પારાવાર હાલાકી વેઠવી પડી રહેલી જણાય છે. ખાનગી વાહન ચાલકો આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને મુસાફરો પાસેથી બમણું ભાડું વસૂલી રહ્યા છે.

જાણવા મળ્યા અનુસાર, રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી દિવસોમાં એસટી ડેપો કચેરી બહાર ઘેરાવો કરવાની ચીમકી આપી છે. વિભાગના અહેવાલ મુજબ, ત્યારે એસટી તંત્રના સત્તાધીશો દ્વારા સત્વરે લુણાવાડા-ખારોલ બસને રેગ્યુલર રૂટ પ્રમાણે રવિવારના દિવસે પણ ખારોલ રૂટ ઉપર દોડાવવામાં આવે તેવી ઉગ્ર માગણી કોઠંબા ખારોલ વિસ્તારની મુસાફર જનતામાંથી ઊભી થવા પામી છે. મહીસાગર જિલ્લા કલેક્ટર આ બાબતે તાત્કાલિક દખલગીરી કરે તેવી માંગ પણ ઉઠી છે. સમગ્ર લુણાવાડા પંથકના સામાજિક અને રાજકીય વર્તુળોમાં એસટી તંત્રની આ ઢીલી નીતિ અને જનતાના આક્રોશની ચારેય તરફ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

આગામી દિવસોમાં લુણાવાડા એસટી ડેપો દ્વારા ખારોલ તેમજ રાબડીયા રૂટ ઉપર બસોનું સંચાલન નિયમિત કરવા માટે કયા નવા ડ્રાઇવર-કંડક્ટરની ફાળવણી કરાશે તેના પર મુસાફરોની નજર રહેશે. જો નિગમ દ્વારા વહીવટની ખામીના કારણે ખારોલ રૂટ બંધ રાખવાની આ પ્રથા બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં મુસાફરોની હાલાકીની સમસ્યા નિવારી શકાશે. શું ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક સત્તાધીશોની મનમાની સામે કડક શિક્ષાત્મક પગલાં લેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. લુણાવાડાની જનતા રવિવારે પણ સુરક્ષિત અને સમયસર સરકારી બસ સેવા મળે તેવી આશા રાખી રહી છે.

Tags: જનતાને તેમજ વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીના ખારોલ તેમજ રાબડીયા રૂટ ઉપર વહીવટની ખામીના કારણે ખારોલ દર રવિવારે પણ ખારોલ રૂટ Kharol route is also closed every Sunday due to administrative lapses on Kharol and Rabdia routes Lunawada-Kharol ST bus causing great inconvenience to the public and students

સંબંધિત સમાચાર