મુખ્ય સામગ્રી પર જાઓ

મનોજ સોરઠિયાનું મોટું નિવેદન: આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવશે પરિવર્તન

આમ આદમી પાર્ટીએ ‘મિશન ૨૦૨૭’ અંતર્ગત ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન મંત્રીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે દરેક બૂથ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવી અને ગુજરાતમાં પરિવર્તન લાવવું એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.

મનોજ સોરઠિયાનું મોટું નિવેદન: આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવશે પરિવર્તન

અમદાવાદ : આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી વધુ વિકાસ પામતી અને સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતી પાર્ટી બની રહી છે. 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ‘મિશન 2027’ અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં સંગઠનને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન મંત્રીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંગઠન મંત્રીઓ પાર્ટીના પાયા મજબૂત કરવાની જવાબદારી સંભાળશે અને દરેક બૂથ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડીને સંગઠનને વધુ મજબૂત બનાવશે. 

’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની વાત અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે તેઓ સતત કાર્યરત રહેશે. હું તમામ સંગઠન મંત્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા સમયમાં તેઓ પોતાની વિધાનસભાઓમાં સંગઠનને વધુ મજબૂત બનાવશે અને પાર્ટીને વિજય તરફ લઈ જશે અને ગુજરાતને ભાજપની ગુલામી, ભાજપની તાનાશાહીમાંથી મુક્ત કરાવી તમામ વિધાનસભાઓમાંથી આમ આદમી પાર્ટી વિજયી બને. પાર્ટી જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવી લોકોના હિતમાં કાર્ય કરે, એવી શુભકામનાઓ પાઠવું છું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી AAP ગુજરાત આમ આદમી પાર્ટી ગુજરાત સમાચાર AAP સંગઠન મંત્રી નિમણૂક ગુજરાત રાજકારણ મનોજ સોરઠિયા મિશન ૨૦૨૭ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ બૂથ લેવલ સંગઠન પરિવર્તન

સંબંધિત સમાચાર