અમદાવાદ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલા ષડયંત્રો મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. આ વખતની ચૂંટણીમાં 700થી પણ વધારે ઉમેદવારોને બિનહરીફ રીતે જીતાડીને લોકશાહીની સરેઆમ હત્યા કરવામાં આવી છે, લોકોનો મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિવાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીને રોકવા માટેના અનેક ષડયંત્રો કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાની ઉમેદવારી ન કરી શકે એ માટે અનેક ષડયંત્ર રચવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોને પ્રચાર કરતા રોકવામાં આવ્યા અને તેમના પ્રચારમાં બાધા નાખવામાં આવી. આ સિવાય ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું અપહરણ કરવામાં આવ્યું.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઘણી જગ્યાએ જ્યાં ભાજપને વોટ નથી મળ્યા અને જ્યાં આમ આદમી પાર્ટી કે બીજી અન્ય પાર્ટીને વધુ મળ્યા હોય એવી જગ્યાએથી એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યાં તલવારો બતાવીને લોકોને ડરાવવામાં આવ્યા છે. આ સિવાય ગામડાઓમાં રોડ તોડી નાખવામાં આવ્યા છે, વીજળીના થાંભલાઓ નીકાળીને લઈ ગયા. તો આ પ્રમાણે અલગ અલગ રીતે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર લોકશાહીની હત્યા કરવામાં આવી છે. સાથે સાથે જે દિવસે મતદાન હતું એ મતદાનના દિવસે પણ ઘણા લોકોનો મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણા લોકો જ્યારે મતદાન કરવા ગયા તો મતદાન મથકમાં એમનું નામ જ હતું નહીં અને ઘણાના નામ અન્ય બુથો પર જોવા મળતા હતા. . હવે એક નવી વાત સામે આવી છે કે એક આખી સોસાયટીના 1000 લોકો પોતાનો મત આપી શક્યા નથી. અને આ હકીકતમાં સરકારની મોટી નિષ્ફળતા માનીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત