મુખ્ય સામગ્રી પર જાઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાને મંજૂરી પત્ર એનાયત

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે એક દૂરોગામી નિર્ણય લેવાયો છે. રાજયના અંતરિયાળ વિસ્તારોમાં માધ્યમિક શાળાઓનો વ્યાપ વધારવાના ઉદ્દેશ સાથે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં ૨૦૦ નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

આ મહત્વકાંક્ષી પ્રોજેકટ હેઠળ ગીર સોમનાથ જિલ્લાનાં શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે ઉના તાલુકામાં પસવાડા, માણેકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાંસોજ એમ નવી કુલ ૦૬ કમ્પોઝીટ શાળાઓ મંજૂર કરવામાં આવી છે.

તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુવર્ણ સંકુલ-૧ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમ્નભાઈ વાજા, શિક્ષણ રાજય મંત્રી શ્રી રીવાબા જાડેજા, ચીફ સેક્રેટરી શ્રી એમ.કે.દાસ, અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણે ઉપસ્થિત રહ્યાં હતાં.

જેમાં મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે નવીન શાળાઓના મંજૂરી પત્ર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરીચાને એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતું. ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર થયેલી શાળાઓની વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરીચાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની ૩૬ સરકારી, આર.એમ.એસ.એ, મોડેલ શાળાઓ કાર્યરત હતી આ વર્ષ ૦૬ કમ્પોઝીટ સ્કૂલો અને ૦૫ સરકારી માધ્યમિક શાળાઓ મળી એમ કુલ ૪૭ સરકારી, આર.એમ.એસ.એ અને મોડેલ શાળાઓ હવે જિલ્લામાં કાર્યરત થયેલી છે. જેથી ગીર સોમનાથ જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તીઓને વેગ મળશે. 

Tags: શિક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માધ્યમિક શાળા ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ

સંબંધિત સમાચાર