મુખ્ય સામગ્રી પર જાઓ

"મુસાફરો નોંધ લે": ૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાણંદ-જખાવાડા સેક્શન પર બ્લોકથી ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં બ્લોક લાદવામાં આવતા ટ્રેન નંબર ૬૯૧૮૬ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી સહિતની ટ્રેનો પ્રભાવિત થઈ છે.

"મુસાફરો નોંધ લે": ૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાણંદ-જખાવાડા સેક્શન પર બ્લોકથી ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શન પર સાણંદ અને જખાવાડા સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત થવાને કારણે, 8 ઓગસ્ટ, 2026 ના રોજ બ્લોક લાદવામાં આવ્યો છે, જે કેટલીક ટ્રેનોને અસર કરશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. 8 ઓગસ્ટ, 2026 ના રોજ રદ કરાયેલી ટ્રેનો

• ટ્રેન નંબર 69186 અમદાવાદ-વિરમગામ પેસેન્જર સંપૂર્ણપણે રદ કરવામાં આવશે.

• ટ્રેન નંબર 22959/22960 વડોદરા-જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે.

2. 8 ઓગસ્ટ, 2026 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

1. ટ્રેન નં. 19259 તિરુવનંતપુરમ ઉત્તર-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અમદાવાદ-વિરમગામના નિર્ધારિત રૂટને બદલે સાબરમતી-ગાંધીગ્રામ-બોટાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

2. ટ્રેન નં. 12756 ભાવનગર ટર્મિનસ-કાકીનાડા એક્સપ્રેસ વિરમગામ-અમદાવાદના નિર્ધારિત રૂટને બદલે બોટાદ-ગાંધીગ્રામ-સાબરમતી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

3. ટ્રેન નં. 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ અમદાવાદ-વિરમગામ-સુરેન્દ્રનગરના નિર્ધારિત રૂટને બદલે સાબરમતી-ગાંધીગ્રામ-બોટાદ-વેરાવળ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

૪. ટ્રેન નં. ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત રૂટ વિરમગામ-અમદાવાદને બદલે વિરમગામ-કટોસણ રોડ-કલોલ-સાબરમતી-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે.

૫. ટ્રેન નં. ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ નિર્ધારિત રૂટ વિરમગામ-અમદાવાદને બદલે વિરમગામ-કટોસણ રોડ-કલોલ-સાબરમતી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે.

૬. ટ્રેન નં. ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ નિર્ધારિત રૂટ ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામને બદલે ગાંધીનગર કેપિટલ-કલોલ-કટોસણ રોડ-વિરમગામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે.

૭. ટ્રેન નં. ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-ગાંધીનગર કેપિટલને બદલે, વિરમગામ-કટોસણ રોડ-કલોલ-ગાંધીનગર કેપિટલ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે.

૮. ટ્રેન નં. ૧૧૪૬૫ વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, નિર્ધારિત રૂટ વેરાવળ-સુરેન્દ્રનગર-વિરમગામ-અમદાવાદને બદલે, વેરાવળ-બોટાદ-ગાંધીગ્રામ-સાબરમતી-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે.

મુસાફરોને વિનંતી છે કે મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં લે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Tags: Sanand Jakhavada block Western Railway Ahmedabad division train cancellation 2026 Indian Railways traffic block updates Vande Bharat diverted route Gujarat

સંબંધિત સમાચાર