મુખ્ય સામગ્રી પર જાઓ

NEET પેપર લીકના વિરોધ પહેલાં જ AAP નેતા પાયલ સાકરિયા અને ધાર્મિક માથુકિયાની પોલીસ દ્વારા અટકાયત

NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કરે તે પહેલાં જ આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલબેન સાકરિયા અને ધાર્મિકભાઈ માથુકિયાની પોલીસે અટકાયત કરી હતી.

NEET પેપર લીકના વિરોધ પહેલાં જ AAP નેતા પાયલ સાકરિયા અને ધાર્મિક માથુકિયાની પોલીસ દ્વારા અટકાયત

અમદાવાદ / સુરત / ગાંધીનગર / ગુજરાત : NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કરે તે પહેલાં જ આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલબેન સાકરિયા અને ધાર્મિકભાઈ માથુકિયાની પોલીસે અટકાયત કરી હતી. ભારે વરસાદ વચ્ચે પણ વિરોધ નોંધાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સત્યાગ્રહ છાવણી તરફ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ પોલીસે તેમને અટકાવી લીધા હતા.

અટકાયત બાદ આમ આદમી પાર્ટીના મહિલા મોર્ચાના અધ્યક્ષ પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, "અમે તમારી તાનાશાહીથી ડરવાના નથી. છેલ્લા ઘણા સમયથી ડબલ એન્જિનની સરકાર હોવા છતાં વારંવાર પેપર લીકની ઘટનાઓ બની રહી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. અમારી સ્પષ્ટ માંગ છે કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. અમે સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ, છતાં પોલીસે અમારી અટકાયત કરી છે. પોલીસની કાર્યવાહી કે સરકારની તાનાશાહીથી અમે ડરવાના નથી અને વિદ્યાર્થીઓના હિતમાં અમારો વિરોધ સતત ચાલુ રહેશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ગાંધીનગર NEET પેપર લીક શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

સંબંધિત સમાચાર