મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

"પંજાબમાં 8 કલાક મફત વીજળી તો ગુજરાતમાં કેમ નહીં?": ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ગજવ્યું

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 'વિજય વિશ્વાસ સભા' અને ભવ્ય બાઈક રેલી યોજી હતી. તેમણે ભાજપના ૩૦ વર્ષના શાસનમાં જર્જરિત રોડ રસ્તા અને ખેડૂતોની પાયમાલીના મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.

"પંજાબમાં 8 કલાક મફત વીજળી તો ગુજરાતમાં કેમ નહીં?": ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ગજવ્યું

અમદાવાદ / દેવભૂમિ દ્વારકા / ગુજરાત : આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આજે  આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની ખંભાળિયા સીટી ખાતે બાઈક રેલીમાં ભાગ લીધો હતો. આ તેમણે ખંભાળિયા તાલુકાના ધ્રમપુરા, મોટી ખોખરી, કલ્યાણપુર તાલુકાના વચલા મંદિર અને સોડસલા ગામે ‘વિજય વિશ્વાસ સભા’માં હાજરી આપી હતી.  આ સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે ચારે બાજુ ભ્રષ્ટાચાર અને લૂંટ ચાલી રહી છે. દેશ દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ પરંતુ આપણા અહીંયા સારા રોડ રસ્તા પર નથી બન્યા, ખેતી માટે પૂરતી વીજળી મળી રહી નથી. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને સવારના સમયે 8 કલાક મફત વીજળી આપે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે લોકોને દર મહિને ફ્રિ 300 યુનિટ વીજળી એટલે કે એક બિલ પર 600 યુનિટ ફ્રિ વીજળી આપવાનું શરૂ કર્યું. જો પંજાબમાં ચાર વર્ષમાં આવા કામ થઈ શકતા હોય તો આપણા ગુજરાતમાં ત્રીસ વર્ષ બાદ આવા કામ કેમ નથી કરી શક્યા? આટલા વર્ષોના શાસન બાદ આજે ગુજરાતમાં આપણી પાસે સિંચાઈની પણ યોગ્ય વ્યવસ્થા નથી.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ સિવાય હાલ એક મોટી સમસ્યા પેદા થઈ છે કે ખેડૂતોના ખેતરોમાં બેફામપણે થાંભલા નાખવામાં આવી રહ્યા છે. શું કોઈએ સાંભળ્યું કે કોઈ મુખ્યમંત્રી કે મોટા નેતાના ખેતરમાં કંપનીના થાંભલા નાખી દેવામાં આવ્યા? આ રીતે થતા અત્યાચાર બાદ પણ જો ખેડૂતો કમળનું બટન દબાવે તો મને ખૂબ જ દુઃખ થાય છે. ખેડૂત તડકો, ઠંડી વેઠીને અને તનતોડ મહેનત કરીને પોતાનો પાક પકવે છે પછી એપીએમસીઓમાં પણ લાઈનોમાં ઉભો રહે છે અને ખેડૂતને ઘણી વખત 1500 ખર્ચો આવતો હોય ત્યારે એને ફક્ત 1100નો ભાવ મળતો હોય છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોનો તમામ પાક ખરીદી લે છે અને 24 કલાકમાં પૈસા ચૂકવી દે છે. આ સિવાય પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દરેક મહિલાઓને મહિને ₹1,000 ની સન્માન રાશિ ચૂકવે છે અને SC સમાજની મહિલાઓને દર મહિને ₹1500 રૂપિયા ચૂકવે છે. તો હવે ગુજરાતના લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. તો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ લોકોએ જાતિ ધર્મથી ઉપર ઊઠીને કામની રાજનીતિ કરનાર આદમી પાર્ટીના સાવરણા પર  બટન દબાવીને વોટ આપો એવી મારી અપીલ છે.

fashion

સંબંધિત સમાચાર

travel