મુખ્ય સામગ્રી પર જાઓ

પશ્ચિમ રેલવે દ્વારા નોન-ઇન્ટરલોકિંગ કાર્ય: ૦૮ ઓગસ્ટે અમદાવાદ મંડળના ૭ લેવલ ક્રોસિંગ અસ્થાયી રહેશે બંધ

સાણંદ-છારોડી-વિરોચન નગર-ઝખવાડા રેલખંડ પર સવારે ૫:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહેશે.

પશ્ચિમ રેલવે દ્વારા નોન-ઇન્ટરલોકિંગ કાર્ય: ૦૮ ઓગસ્ટે અમદાવાદ મંડળના ૭ લેવલ ક્રોસિંગ અસ્થાયી રહેશે બંધ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સાણંદ–છારોડી–વિરોચન નગર–ઝખવાડા રેલખંડ પર પ્રસ્તાવિત નોન-ઇન્ટરલોકિંગ કાર્ય દરમિયાન રેલ સંચાલનની સલામતી સુનિશ્ચિત કરવા માટે 08 ઓગસ્ટ, 2026 (શનિવાર)ના રોઝ સવારે 05:00 વાગ્યાથી રાત્રે 08:00 વાગ્યા સુધી નીચે દર્શાવેલા લેવલ ક્રોસિંગ વાહનવ્યવહાર માટે અસ્થાયી રીતે બંધ રહેશે.

સાણંદ–છારોડી રેલખંડ પર આવેલ લેવલ ક્રોસિંગ નં. 23, 24 અને 25 બંધ રહેશે.

છારોડી–વિરોચન નગર રેલખંડ પર આવેલ લેવલ ક્રોસિંગ નં. 33 અને 34 બંધ રહેશે.

વિરોચન નગર–ઝખવાડા રેલખંડ પર આવેલ લેવલ ક્રોસિંગ નં. 36 બંધ રહેશે.

ઝખવાડા યાર્ડ ખાતે આવેલ લેવલ ક્રોસિંગ નં. 37A માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

આ કાર્ય ભવિષ્યમાં વધુ સુરક્ષિત અને સુગમ રેલ સંચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Tags: Ahmedabad division level crossing closed Western Railway non interlocking work Sanand Chharodi railway line August 8 2026 train updates

સંબંધિત સમાચાર