અમદાવાદ / ગુજરાત : ભાજપની કૂટનિતીને ખુલ્લી પાડવા AAP પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પત્રકારોને સંબોધિત કરતા આપ નેતા સાગર રબારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે અને અત્યારે ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતને વિકાસ અને ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતના સપના દેખાડી મતદારોને છેતરી અને સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટી સત્તા મળ્યા પછી કૌભાંડો અને કમિશનમાં એટલી બધી લિપ્ત થઈ ગઈ છે કે હવે એને મતદારો સામે જતા ડર લાગે છે. મતદારો સુધી પહોંચવામાં ડર લાગે છે. ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ છે. ચૂંટણી જાહેર થઈ એના પહેલાં આમ આદમી પાર્ટીના 100થી વધારે નેતાઓ અને કાર્યકર્તાઓને ખોટા કેસમાં સંડોવવામાં આવ્યા. છતાં પણ આમ આદમી પાર્ટી મજબૂતીથી લડતી રહી, મેદાનમાં લોકોની વચ્ચે રહી અને જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વધારેને વધારે રઘવાઈ થતી જાય છે. જેમ જેમ દિવસ જાય છે એમ એને સત્તા સરકતી દેખાય છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં એક ચૂંટણી અધિકારી મામલતદારએ આત્મહત્યા કરવી પડી, ત્યાં સુધીનો ત્રાસ એ ન માત્ર રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, ઉમેદવારો અને ટેકેદારો ઉપર ગુજારી રહ્યા છે, પરંતુ સરકારી કર્મચારીઓ જે અત્યારે ચૂંટણીની ફરજમાં છે એમના ઉપર પણ એ હદે દબાણ કરી રહ્યા છે કે માણસે છેલ્લે આવું પગલું ભરવું પડે. ગઈકાલે અને પરમ દિવસે થરાદ જિલ્લામાં ભરોલ સીટ ઉપર અમારા બે મેન્ડેટ ગયા હતા. મેન્ડેટમાં સહી કરનાર અધિકૃત વ્યક્તિ ત્યાં રૂબરૂ જાય છે, ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ પર એફિડેવિટ કરીને આપે છે, નિવેદનનો દાવો કરે છે અને એ છતાં અધિકૃત વ્યક્તિ જેને સાચું કહે છે, એ મેન્ડેટને છેડછાડ કરીને ચૂંટણી અધિકારીએ ખોટો હુકમ કર્યો. ચૂંટણી અધિકારીના ચહેરા ઉપરની લાચારી, થઈ રહેલું દબાણ અને ભવિષ્યમાં એમના ઉપર કાનૂની રીતે આવી પડનારી આફતો આ બધું સાફ વંચાય છે અને છતાં એને મજબૂરીવશ ખોટો હુકમ કરવાની ફરજ પડે છે. એ હદે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણીની પ્રક્રિયાને અવરોધી રહી છે.
AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતુ કે લોકશાહીનો પાયો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. ભાજપે બત્તીસ વર્ષ કરતાં વધારે ગુજરાતમાં સત્તા ભોગવી છે અને બત્તીસ વર્ષના શાસન પછી કામના નામે મત માગવાને બદલે અત્યારે ઉમેદવારોને ડરાવવા પડે છે, ધમકાવવા પડે છે, લલચાવવા પડે છે અને એમની સામે ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારો, ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો, જેમને લોકોનું વધારેને વધારે સમર્થન મળી રહ્યું છે, એમના ઉપર દબાણ વધારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમને જે દેખાય છે એ જ અમને પણ દેખાય છે. તમને સ્થાનિક સ્વરાજમાં સરી જતી સત્તા પછી જીવનનો શેષ ભાગ જેલમાં દેખાય છે. અમને પણ ખબર છે કે તમે સત્તા માટે શા માટે આટલા હવાતિયા મારો છો. તમે જાણો છો કે તમે જે કૌભાંડો કર્યા છે, તમે જે ગુજરાતના લોકોના કડદા કર્યા છે, તમે જે કોન્ટ્રેક્ટોમાં કમિશન ખાધા છે, એ બધાનું અંતિમ પરિણામ જેલ છે. એટલે યેન કેન પ્રકારે તમે સત્તા ટકાવી રાખવા માંગો છો. આજે તમે ઉમેદવારો ઉપર દબાણ કરો છો, ભવિષ્યમાં તમે મતદારો ઉપર પણ દબાણ કરી શકો. મતદારોએ પણ જાગવાનું સમય છે કે આજે જે લોકો સત્તાના બળે ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, લાલચ આપવાની કોશિશ કરે છે, ઉમેદવારોને ટેકો પાછો ખેંચવા માટે ફરજ પાડે છે, પોલીસને આગળ કરે છે, એલસીબીના જવાનો ઉમેદવારોને ફોન કરીને લાલચ આપે છે, ધમકાવે છે, ફોર્મ પાછું ખેંચવાનો દબાણ કરે છે. અમારા ઉમેદવારને કહે છે કે તમારા ખેતરમાં 600 પેટી દારૂ ઉતર્યો છે એટલે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ. અને ભાઈ, છસો પેટી દારૂ ઉતર્યો છે તો જઈને જપ્ત કરો ને ઉમેદવારને શા માટે પોલીસ સ્ટેશન બોલાવો છો? કોઈ દારૂ ઉતર્યો નથી, દારૂ સાથે કોઈ લેવા દેવા નથી, દારૂના નામે ડરાવી પોલીસ સ્ટેશનમાં બોલાવી અને વિથડ્રૉલ ફોર્મ સહી કરાવવાનો આખો કારસો હતો. સુરતના અમારા ઉમેદવાર વોર્ડ નંબર અઢારના ઉમેદવાર ગૌતમ પટેલ અને એમના પરિવારને રાતભર ડરાવ્યા, ધમકાવ્યા, રોકી રાખ્યા, સવારે ના છૂટકે નેતા રાજનિકાંત વાઘાણી અને બીજા લોકો જઈને એમને છોડાવવામાં પડ્યા. કચ્છના રાપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભણાભાઈ મકવાણાને હાથ-પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. મહેસાણાના વિસનગરમાં સુરિબેન પ્રજાપતિને માનસિક ત્રાસ આપી ડરાવી ધમકાવી અને એમના દીકરા ઉપર હુમલો કર્યો. અમદાવાદના વોર્ડ નંબર 22ના ઉમેદવાર ભાવેશ કાકડિયાને પૈસા ઓફર કરાયા. સુરતના તમામ ઉમેદવારોને હેરાન કરવામાં આવે છે, પૈસા ઓફર કરવામાં આવે છે, ધંધા બંધ કરી દઈશું એવો ડર બતાવવામાં આવે છે અને સાથે વોર્ડ નંબર ત્રણના ઉમેદવારને બે વર્ષ જૂના ખોટા કેસમાં પોલીસ પકડીને લઈ ગઈ છે.
AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યુ હતુ કે અત્યારે કોઈ પણ ફરિયાદનો કોઈ પરિણામ મળતું નથી. મહેસાણા જિલ્લામાં પ્રાચીબેન આશિષકુમાર પટેલ પાસે સામાજિક દબાણ ઊભું કરીને ફોર્મ પાછું ખેંચાવાયું. થરાદમાં અમે એફિડેવિટ સાથે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી, ખોટું સાચું અને સાચું ખોટું કરવામાં આવ્યું છે. એટલે ભાજપ જાણે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત એમને મળવાનો કોઈ શક્યતા નથી. ગ્રામિણ વિસ્તારોમાં ઘૂસવું એમના માટે અઘરું છે, કાર્યકર્તાઓને કેસ પેરીને ગામમાં ઘૂસવામાં સલામતી નથી દેખાતી, એટલો બધો આક્રોશ મતદારોમાં છે. ત્યારે એક જ ઉપાય બચે છે કે હરિફ ઉમેદવારોને બધાને મેદાનમાંથી હટાવી દેવા અને બીનરિફ થઈ જવું. આ બીનરિફ થવા માટેના હવાતિયા છે, કૌભાંડ, કમિશન અને કૌભાંડ ટકાવી રાખવા માટેના હવાતિયા છે, સત્તા સરકી જાય એટલે જેલમાં જવાનું જે ડર આવે છે એ ડરથી બચવાના હવાતિયા છે. આપણા માધ્યમથી હું ગુજરાતના મતદારોને આશ્વાસન આપવા માંગુ છું કે ભાજપની તમામ પ્રકારની યોજનાઓ સામે, એના દબાણ અને લાલચ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતીથી લડશે, બરાબર ટકરાવશે. મતદારો માટે આ આવનારી ગુલામીને ઓળખીને ભાજપના લક્ષણો પારખીને ભાજપને પોતાના મતથી જડબાતોડ જવાબ આપવાની આ સોનરી તક છે. પાંચ વર્ષે મળેલી આ તકને મતદારો વધાવી લે અને ભાજપના વિરૂધ મતરૂપે તમાચો એના ગાલે એવો મારે કે એની નિશાની ભાજપને વર્ષો સુધી યાદ રહેવી જોઈએ.
આમ આદમી પાર્ટી ગુજરાત


