મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા દેવમોગરા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતાં.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન

રાજપીપલા : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા દેવમોગરા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતાં. દેવમોગરા હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર આવકાર આપ્યો હતો.

આ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા, આદિજાતિ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમત-ગમત રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત,સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લાના અગ્રણીશ્રી નીલભાઈ રાવ, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાખા ડબરાલ, જિલ્લા-તાલુકા તથા સ્થાનિક આગેવાનોએ પણ વડાપ્રધાનશ્રીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. 

fashion

સંબંધિત સમાચાર

travel