મુખ્ય સામગ્રી પર જાઓ

રાજકીય ગરમાવો: ભરૂચ AAP નેતાઓની ધરપકડ પછી સંગઠનને તોડવાનો આરોપ, ડો. કરન બારોટે સરકારને ઘેરી

ભરૂચ AAP નેતાઓની ધરપકડ બાદ ડો. કરન બારોટનો સરકાર પર આકરો પ્રહાર. સંગઠનને તોડવાનો અને જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો. ગુજરાતના રાજકારણના લેટેસ્ટ અપડેટ્સ જાણો અહીં.

રાજકીય ગરમાવો: ભરૂચ AAP નેતાઓની ધરપકડ પછી સંગઠનને તોડવાનો આરોપ, ડો. કરન બારોટે સરકારને ઘેરી

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક વિડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, AAP ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, તા. પ્રમુખ સર્જન વસાવા અને જિ. પં. સભ્ય રજનીભાઈ વસાવાની ધરપકડ થઇ છે. હું ગુજરાતી જનતાને સવાલ પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મજબૂતાઈથી ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવે શું એ કોઈ ગુનો છે? AAP નેતાઓ અને કાર્યકર્તાઓ ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આશાવર્કર સહિત ગરીબ અને મધ્યમ વર્ગના તમામના મુદ્દાઓને ઉઠાવે છે અને તેમના ન્યાય માટેની માંગણી કરતા આવ્યા છે. ત્યારે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ન ઉઠાવે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે એટલા માટે  અમારો અવાજ દબાવવાનો પ્રયાસ સત્તા પક્ષ દ્વારા થઈ રહ્યો છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રજાના પ્રશ્નો મજબૂત રીતે ઉઠાવ્યા, માટે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે. નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈને આવ્યા માટે આમ આદમી પાર્ટીને દબાવવા અને નેતાઓને ઝુકાવવા માટે તથા આમ આદમી પાર્ટીના સંગઠનને તોડવા માટે સત્તા પક્ષ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. અમે જનતાને કહેવા માંગે છે કે અમે પ્રજા માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું. અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. સરકાર દ્વારા લોકશાહીના લીરેલીરા ઉડાવવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે એને ગુજરાતની જનતા સમક્ષ મૂકવું જરૂરી છે. સત્તાધીશો નથી ઇચ્છતા કે આદિવાસી લોકો, ગરીબ અને મધ્યમવર્ગના લોકો આગળ આવે અને એમને સારી સુવિધાઓ મળે, તો આવા સત્તાધીશોને હવે ઓળખવાની જરૂરત છે. હવે જનતાએ ટૂંક જ સમયમાં આ લોકોને જાકારો આપવો પડશે અને પ્રજાના પ્રશ્નો મુદ્દે જે નેતાઓ-કાર્યકર્તાઓ લડી રહ્યા છે તેમને જનતાના સમર્થન અને સાથ સહકારની જરૂર છે. તો આવા લોકોને ન્યાય મળે અને એ લોકો વધુ મજબૂતીથી પ્રજાના પ્રશ્નો ઉઠાવે એ માટે પ્રજા એમને સપોર્ટ આપે એવી વિનંતી કરીએ છીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ચૈતર વસાવા AAP GUJARAT આમ આદમી પાર્ટી ગુજરાત ડો. કરન બારોટ ગુજરાત રાજકારણ AAP નેતાઓની ધરપકડ ભરૂચ AAP

સંબંધિત સમાચાર