મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

AAP ના ઉમેદવારો પર દબાણ છતાં ક્રાંતિ અટકશે નહીં: દરિયાપુરમાં ગોપાલ રાયનું વિસ્ફોટક નિવેદન

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરિયાપુર (વોર્ડ નં. ૧૭) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAP ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ આ સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. તેમણે ઉમેદવારો પર થતા દબાણ છતાં ક્રાંતિ ચાલુ રાખવા હાકલ કરી હતી.

AAP ના ઉમેદવારો પર દબાણ છતાં ક્રાંતિ અટકશે નહીં: દરિયાપુરમાં ગોપાલ રાયનું વિસ્ફોટક નિવેદન

અમદાવાદ  :  આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત AAP ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ MC વોર્ડ નં. 17, દરિયાપુર ખાતે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા AAP ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજીએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર લોકોની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવી રહી છે. ગામડાંથી લઈને શહેર સુધી લોકો પરેશાન છે, પરંતુ જ્યારે તેમની હાલત પૂછવામાં આવે છે ત્યારે તેઓ મજબૂરીમાં કહે છે મજામાં છીએ. ભાજપ આ જ મજબૂરીનો લાભ લઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર ભારે દબાણ બનાવવામાં આવ્યું છે. ઘણા ઉમેદવારોને ચૂંટણી ન લડવા માટે દબાણ કરવામાં આવ્યું, કેટલાકને ડરાવીને પાછળ હટાવવાનો પ્રયાસ થયો. પરંતુ આ ક્રાંતિ હવે અટકવાની નથી, આ ક્રાંતિ સતત વધી રહી છે. ગોપાલ રાયએ કહ્યું કે ભાજપને ડર એટલા માટે લાગી રહ્યો છે કે છેલ્લા 30 વર્ષમાં તેમણે જનતા માટે કંઈ કર્યું નથી. જે કોઈએ અવાજ ઉઠાવ્યો તેને દબાવી દીધો, જે બોલ્યા તેને પરેશાન કર્યા, તેને ચૂપ કરાવ્યા. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જનતા એક થઈ ગઈ અને જૂનાગઢમાં ભાજપની આખી સરકાર એક બાજુ હતી.મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો, કોર્પોરેટરો અને આખું તંત્ર એક તરફ હતું પણ સામાન્ય માણસ એક થઈ ગયો અને ઝાડુને જીતાડ્યું. 

AAP ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે વધુમાં જણાવ્યુ હતુ કે હવે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે આખું તંત્ર અને પોલીસ તૈનાત કરી દીધા છે. છતાં લોકો ભાજપના ઉમેદવારોને પ્રશ્નો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે અને તેમને વિસ્તારોથી હાંકી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લોકો ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યા છે. લોકો કહે છે કે અમે ખુલ્લેઆમ કહી શકતા નથી. ગોપાલ રાયએ કાર્યકર્તાઓને અપીલ કરતાં કહ્યું કે હવે પ્રચાર બંધ થવાનો સમય નજીક છે અને આ છેલ્લી લડાઈ છે. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એક થઈને આ ચૂંટણી લડવી અને જીતવી છે. તેમણે જણાવ્યું કે જ્યારે કાર્યકર્તાઓ ઘરે-ઘરે મત માંગવા જાય છે ત્યારે લોકો કહે છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સારું કામ કર્યું છે. સારી સ્કૂલ બનાવી, સારી હોસ્પિટલ, મફત વીજળી અને પાણી આપ્યું. પંજાબમાં પણ સારું કામ થઈ રહ્યું છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે તેઓ “ખાનદાની કોંગ્રેસી” કે “ખાનદાની ભાજપાઈ” છે. આ સંદર્ભે ગોપાલ રાયજીએ કહ્યું કે લોકોને સમજાવવું પડશે કે જેમ દરેક ઘરમાં ઝાડુ હોય છે અને સફાઈ માટે ઝાડુ જ કામ આવે છે, તેમ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર અને ગંદકી દૂર કરવા માટે પણ ઝાડુ જ જરૂરી છે. ગલીની સફાઈ કરવી હોય, કોલોનીની સફાઈ કરવી હોય કે અમદાવાદને સાફ કરવું હોય ઝાડુ જ કામ આવે છે. ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ગંદકી ફેલાવી છે, તેને સાફ કરવા માટે ઝાડુ ઉઠાવવો પડશે. તેમણે જનતાને અપીલ કરી કે પોતાના બાળકો માટે સારી સ્કૂલ, માતા-પિતાના ઈલાજ માટે સારી હોસ્પિટલ અને પોતાના વિસ્તારના વિકાસ માટે આમ આદમી પાર્ટીને જીતાડો.

આમ આદમી પાર્ટી ગુજરાત

fashion

સંબંધિત સમાચાર

travel